પોરબંદર:બરખલા ગામનાં લખન જાડેજાના રામબાણ પ્રાકૃતિક કૃષિ ફાર્મના ઉત્પાદનોની મુંબઈ સુધી માંગ
સોશિયલ મીડિયાનાં માધ્યમથી ૮૦૦ જેટલા ગ્રાહકોને જોડીને તેમની જરૂરિયાત મુજબના પ્રાકૃતિક ઉત્પાદનો તેમના ઘર સુધી ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડે છે
માંડવીના ફોતરા મગ સહિતના કચરાનું બનાવેલ ખાતર જરૂરિયાત મુજબનાં પોષક તત્વોની પૂર્તિ કરે અને જે રાસાયણિક ખાતરની ગરજ સારે છે: લખનભાઈ જાડેજા
પોરબંદર, તા.૯:પ્રાકૃતિક કૃષિએ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેના પરિણામે આજે રાજયના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે તદ્દન નજીવા ખર્ચ થતી પ્રાકૃતિક કૃષિના ખેડૂતો માટે હિતકારી છે.
પોરબંદર જિલ્લાનાં બખરલા ગામનાં વતની લખનભાઈ જાડેજાએ સુભાષ પાલેકરની અમદાવાદ ખાતેની શિબિરમાંથી પ્રેરણા મેળવી હતી ત્યાબાદ ૩૬ વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને મબલક કમાણી કરી રહ્યાં છે.
લખનભાઈ જાડેજા મગફળી, ઘઉં, મગ, ચણા સહિતનાં પાકોમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે અને તૈયાર થયેલ ઉત્પાદનો મૂલ્યવર્ધન કરીને રામબાણ પ્રાકૃતિક કૃષિ ફાર્મ દ્વારા ઓનલાઈન ઓર્ડરથી પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ કરે છે.
લખનભાઇ જાડેજા જણાવ્યું હતું.કે, સુભાષ પાલેકરની શિબિરમાંથી પ્રેરણા મેળવીને નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. પહેલા રાસાયણિકયુક્ત ખેતી કરતો હતો ત્યારે ઉત્પાદનની સામે રાસાયણિક દવાનો વધુ પડતો ખર્ચ આવતો હતો.
પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો આધારિત ખેતી કરવાથી ખર્ચ ઓછો થયો છે તેમજ ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થઈ છે. અને માંડવીના ફોતરા મગ સહિતના કચરાનું બનાવેલ ખાતર જરૂરિયાત મુજબનાં પોષક તત્વોની પૂર્તિ કરે અને જે રાસાયણિક ખાતરની ગરજ સારે છે.
જમીન ફળદ્રુપ થવાથી રોગોનું પ્રમાણ પણ ઘટયું છે. તેમજ હવે જરૂરિયાત મૂજબ જીવામૃત, ઘનજીવામૃત આપવું પડે છે. અને ઉત્પાદનના મૂલ્યવર્ધન કરીને વેચતાં ભાવો પણ વધુ મળે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે ૮૦૦ જેટલા ગ્રાહકો અમારી સાથે જોડાયેલા છે અને ગ્રાહકોનાં પણ પ્રાકૃતિક અન્ન ઉત્પાદનોથી તેમના મેડિકલ ખર્ચમાં ફેર પડ્યો છે તેવા
પ્રતિભાવો આપે છે.અને પોરબંદર જિલ્લાના પાકૃતિક ખેતી કરવા માગતા ખેડૂતોને માર્ગદર્શન આપવા પણ તેમણે તૈયારી બતાવી હતી.
લખનભાઇ જાડેજાના રામબાણ પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રાકૃતિક ઉત્પાદનોની મુંબઈ સુધી માંગ
Lપ્રાકૃતિક ઉત્પાદનોને મૂલ્યધન કરી અને ગ્રાહકો સુધી ટ્રાન્સપોર્ટ દ્વારા મુંબઈ, અમદાવાદ, વડોદરા ,ગાંધીનગર તેમજ પોરબંદર શહેરના ખ્યાતના ડોક્ટરો અને નામાંકીત અગ્રણીઓ સુધી તેમના મગ ,ઘઉં, અડદ, મગફળીના દાણા,તેલ સહિતની વસ્તુઓ પહોંચાડે છે અને મબલખ કમાણી કરે છે.