જેસીઆઈ પોરબંદર દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશન યોજાઈ
◆◆◆◆◆◆◆◆
જુદી જુદી કેટેગરીમાં 60 બાળકોને એવોર્ડથી સન્માન કરાયું.
◆◆◆◆◆◆◆◆
આંતરરાષ્ટ્રીય સંસ્થા જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) દ્વારા સમગ્ર વિશ્વમાં યુવા ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો અને કોમ્પિટિશનો યોજવામાં આવતા હોય છે તેમ પોરબંદરમાં પણ જેસીઆઈના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસ વર્ષથી બાળકો અને યુવાનોમાં પડેલી કાબેલિયતને બહાર લાવવા માટે સમયાંતરે અનેક પ્રકારના કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, તેના ભાગરૂપે રવિવારે તાજાવાલા હોલ ખાતે હેલ્ધી બેબી કોમ્પીટીશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાનાં નાનાં ભૂલકાઓ તૈયાર કરીને પેરેન્ટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
■પાંચ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ :
જેસીઆઈ પોરબંદર દ્વારા 1થી3 વર્ષ અને 3થી5 વર્ષના બાળકો એમ બે વિભાગમાં હેલ્ધી બેબી, ફેન્સી બેબી, ક્યૂટ બેબી, બ્યુટીફૂલ આંખ અને બ્યુટીફૂલ હેર બેબી આમ પાંચ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં 60 વિજેતા ભૂલકાંઓને એવોર્ડ અને ગીફ્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભાગ લેનાર તમામ બાળકોને પણ સ્યોર ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
■ નિર્ણાયક તરીકે નિષ્ણાંત તબીબોએ સેવા આપી:
આ હેલ્ધી બેબી સ્પર્ધામાં 186 જેટલા બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, તે દરેક બાળકને ડો. વિધિબેન કડછા, ડો. મેઘાવી પટેલ, ડો. અલ્કા વટુકીયા, ડો. ભાવિશા પરમાર, ડો. યેશાબેન શાહ અને નિકિતાબેન દાસાણી જેવા નિષ્ણાત ડોક્ટરોએ બાળકોનું તબીબી નિરીક્ષણ કરી 60 એવોર્ડ વિજેતા બાળકોનું રિજલ્ટ જાહેર કર્યું હતું.
■ પ્રોજેકટ ટીમની મહેનત રંગ લાવી:
હેલ્ધીબેબી કોમ્પિટિશનને સફળ બનાવવા રાત દિવસ જોયા વગર સતત મહેનત કરનાર પ્રમુખ આકાશ ગોંદીયા, સેક્રેટરી રાધેશ દાસાણી, પ્રોજેકટ ચેરમેન વિવેક લાખાણી, કો ચેરમેન દર્શિત કોટેચા, સમીર ધોયડા અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે તથા મહિલા વિંગના તમામ સભ્યોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી
નાનાં ભૂલકાઓને સ્ટેજ આપવા માટે સવારથી સાંજ સુધી ચાલેલી આ સુંદર કોમ્પિટિશન બાદ સાંજે વિજેતા બાળકોને સન્માનિત કરવા માટે એવોર્ડ સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, અતિથિ વિશેષ તરીકે ડો. સુરેશભાઈ ગાંધી, જેસીઆઈ ઇન્ડિયા ફાઇનાન્સ કમિટીના સભ્ય બિરાજ કોટેચા, ઝોન ઉપપ્રમુખ રોનક દાસાણી વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી જેસીઆઈ પોરબંદરના આ સુંદર આયોજનને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.