યુવા ચેમ્બર દ્વારા વંદે ભારત ટ્રેન ને પોરબંદર સુધી એક્સ્ટેન્શન્સ આપવા રજુઆત કરાઈ

યુવા ચેમ્બર દ્વારા વંદે ભારત ટ્રેન ને પોરબંદર સુધી એક્સ્ટેન્શન્સ આપવા થયેલ રજુવાત તેમજ રેલ્વે ને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ હતી.

પોરબંદર એ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કે જે સુરખાબી નગરી, ગાંધી-સુદામા નગરી તેમજ રસ્ટ્રીય સંતશ્રી ભાઇશ્રી રમેશભાઈ ઓઝા ની કર્મભૂમિ તરીકે ઓળખાય છે. આ જિલ્લાનું મુખ્ય મથક પોરબંદર શહેર એ સોમનાથ અને દેવભૂમિ દ્વારકા ની મધ્યમાં આવેલ હોય યાત્રાળુઓ અને સહેલાણીઓ માટે ખુબજ મહત્વ નું સ્થળ છે.

તાજેતરમાં જ આઇકોનિક ટ્રેન “વંદે ભારત” ને જામનગર સ્ટેશનથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યો અને તેનાથી જામનગર તેમજ નજીકના જિલ્લાના વેપાર તેમજ પ્રવાસન માટે સરળતા બની છે. સરકારશ્રી દ્વારા ઉઠાવેલ આ કદમ સરાહનિય છે.

પોરબંદર જિલ્લાના પ્રવાસન, વ્યાપાર અને ઉધ્યોગોના સર્વાંગી વિકાસ ને ધ્યાનમાં રાખી ધી (યુવા) પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એંડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જમાનગરથી ઊપડતી ‘વંદે ભારત” ટ્રેનને પોરબંદર સુધી લંબાવવાની સક્ષમ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

આ અનુસંધાને યુવા ચેમ્બર ના કારોબારી સભ્ય તેમજ ડિસ્ટ્રીક ચેમ્બર ની રેલ્વે સમિતિ દ્વારા સ્ટેશન મેનેજર ને મળી રેલ્વે ને લગતા વિવિધ પ્રશ્નો ની ચર્ચા કરી હતી તેમજ વંદે ભારત ને પોરબંદર સુધી એક્સ્ટેન્શન્સ આપવા આવેદન પત્ર આપવામાં આવેલ છે, આ તકે એડવોકેટ આકાશ લાખાણી, શ્યામ રાયચૂરા, મોહીલ ગોન્દીયા, વિજયભાઈ ઉનડકટ તેમજ ટી.કે. કરિયા ઉપસ્થિત રહ્યાં હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!