ઠંડીના સમયમાં સવારની સ્કૂલોમાં સમય ફેર કરવા વિધાર્થી નેતાની પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત !
શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોય ત્યારે સવારની તમામ શાળાઓનો સમય એક કલાક મોડો કરવા વિધાર્થી નેતા કિશન રાઠોડે પ્રાથમિક શિક્ષણ અધિકારીને ટેલિફોનિક તેમજ પત્ર લખી કરી રજૂઆત,હાલ થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ પણ વધતું જતુ હોય તેમજ સુર્યોદય પણ મોડો થતો હોય છે.ઘણી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસનો સમય સવારના ૭:૦૦ વાગ્યાનો હોવાથી તે શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ કરી હતી. સવારની જે પણ શાળામાં વહેલી સવારનો છે તેમને એક કલાક મોડો કરવામાં આવે જેથી જે ધોરણ-૧ થી ધો-૫ મા નાના-નાના ભુલકાઓ હોય તેમને શાળાએ જવા માટે સવારે ૫ કે ૬ વાગ્યે ઉઠવાની ફરજ પડે છે તે વહેલો અભ્યાસનો સમય હોવાને કારણે જે બાળકો બસમાં જતા હોય તેમને ૩૦ મિનિટ વહેલી જવાની ફરજ પડતી હોય છે. સવારે ૬:૦૦ વાગ્યે થોડો અંધકાર પણ હોય. અમુક દ્રશ્ય આપણે બાળકોનું સવારે જોયે તો એકબાજુ એમના દફતરનો બોજો,એક બાજુ કાનની પટ્ટી સંભાળી, ઠંડીથી બચવું જે માસુમિયત બાળકોની હોય છે તે જોતા બાળકોની તંદુરસ્તીનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય ત્યારે આવી ઠંડીમાં જો ભુલકાઓ બીમાર પડે તો તેમના માતા- પિતા પણ ચિંતિત થઇ જાય છે. ઠંડીને કારણે બાળકોને શરદી કે કોઇ બીજી રીતે પણ ઠંડીના કારણે બીમાર પડી શકવાનો ભય રહેતો હોય તો આ નાના-નાના ભુલકાઓ તેમજ વિધાર્થી બાળકોના સ્વાસ્થ્યનું વિચારી આપણી કચેરી ખાતેથી એક પરિપત્ર જાહેર કરવામાં આવે અને જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમાં ૧ કલાક મોડો કરવામાં આવે તેવી માંગણી યુવા નેતા કિશન રાઠોડ દ્વારા થઇ હતી, ખાસ પરિપત્રનું પાલન તમામ સ્કુલમાં ફરજિયાત પણે કરવામાં આવે તેવી તકેદારી રાખવામાં આવે ઘણી સ્કુલો આ પરિપત્રનો ઉલાળયો કરતી હોય છે પોતાની મનમાની કરતી હોય છે.વાલીઓને પણ યોગ્ય જવાબ આપતી ન હોય તો આવી શાળાઓ સામે આપ તરફ થી યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે તેનું ધ્યાન દોરાયુ હતુ. વાલીઓને પણ અનુરોધ કે જે કોઇ પણ શાળા આ પરિપત્રનું પાલન કરી ન જણાય તો તેમની ફરિયાદ અમોને કરવા કિશન રાઠોડ દ્વારા જણાવાયું હતું !