આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની દીકરીઓએ વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ બનાવી

આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં સરસ્વતી સભા અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધાનું આયોજન થયું હતું સામાન્ય રીતે આપણે સૌ ઘણી બધી ચીજ વસ્તુઓને નકામી ગણી ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આ દીકરીઓએ જાણે કે સાબિત કરી બતાવ્યુ કે કઈ નકામું હોતું નથી જો થોડી સુઝ બુઝ અને માર્ગદર્શન હોયતો ઘણીબધી વેસ્ટ લાગતી ચીજોમાંથી બેસ્ટ ચીજો બનાવી શકાય છે. આ સ્પર્ધામાં કુલ 96 દીકરીઓએ ભાગ લઈ ટોપી, માળા, બ્રેસલેટ, ઘળીયાળ, પોસ્ટર, તોરણ, પેનબોક્સ વગેરે જેવી અનેક કૃતિઓનું સર્જન કર્યું હતું. ભાગ લેનાર બાળાઓમાંથી ટોપ ટેન આપવામાં આવ્યા હતા આ ટોપટેનમાં આવનાર દીકરીઓને પ્રમાણપત્ર તથા પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધાને સફળ બનાવવા શિક્ષિકા બહેનો નયનાબેન જોષી, પ્રિયંકાબેન બારિદૂન તથા આરતીબેન જોષીએ જહેમત ઉઠાવી હતી એમ આચાર્યા ડો.રંજના મજીઠિયાએ જણાવ્યું હતું.
Please follow and like us:
