એસ.એમ જાડેજા કોલેજ કુતિયાણા ખાતે નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ યોજાયો
આજ રોજ અધીક્ષક નશાબંધી અને આબકારી ખાતું તેમજ એસ.એમ જાડેજા કોલેજ કુતિયાણા ના સંયુક્ત ઉપક્રમે એન.એસ.એસ કેમ્પ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં વિધાર્થીઓ ધ્વારા ’’નશાબંધી’’ અને ’’વ્યસન મુકિત’’ વિષય પર વક્રૃત્વ અને ચિત્ર સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ,
કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ ત્યાન પ્રિન્સીપાલએ મહેમાનોનો પરિચય કરાવી શબ્દોથી સ્વાગત કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો, અને સંસ્થાનો પરિચય આપી સંસ્થા દ્રારા એન.એસ.એસ કેમ્પ વિશે વિધાર્થીઓએ કરેલ કામગીરી બાબતે માહિતી આપી તેમજ નશાબંધી શા માટે અનિવાર્ય છે જે વિશે માહિતી આપી અને જણાવ્યુ કે, આ વિસ્તારમાં દારૂ,માવા,તમાકુ જેવા વ્યશનો ઘરે-ઘરે જોવા મળે છે. જે નશાબંધી ખાતા દ્રારા અગાઉ કરેલ કાર્યક્રમો સારા પરિણામો મળ્યા છે. હજુ પણ સારા પરિણામો મળશે તેવી આશા રાખી હતી, ત્યારબાદ નશાબંધી ખાતાના અધીક્ષક પી.આર ગોહિલસાહેબે જણાવ્યુ કે, નશાબંધી ખાતું પોરબંદરના સીમાડાના છેલ્લા ગામ સુધી નશાબંધી પ્રચારના કાર્યક્રમો કરવામાં આવે છે. તેમણે જણાવ્યુ કે, અગાઉ આ કોલેજમાં કાર્યક્રમો કરેલ તે સમયે આજ દિન સુધી કેટલા લોકોએ વ્યશન છોડ્યા તે બાબતે માહિતી મેળવી તેમજ તમામ વિધાર્થીઓને વ્યશન નહી કરવા તેમજ પરીવાર, પાડોશી,મિત્રો એમ કૂલ ૧૦ જણાને વ્યશન છોડાવવા બાબતની પ્રતિજ્ઞા ગુરૂજનોની ની હાજરીમાં લેવવાડી હતી, અગાઉ કરેલ કાર્યક્રમનું ફોલોપ લીધુ હતુ ત્યારબાદ હાઇસ્કુલના વિધાર્થીઓ દ્રારા વકૃત્વ તથા ચિત્ર જેવી વિવિધ સ્પધાઓ દ્રારા પોતાના વિચારો રજુ કરીયા હતા. અંતે સમગ્ર કાર્યક્રમમાં સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને નશાબંધી ખાતા દ્રારા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અને ઇનામ વિતરણ કરવામા આવ્યા હતા,
આ કાર્યક્રમમાં પી.આર ગોહિલ – અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ પોરબંદર તેમજ એસ.એમ જાડેજા કોલેજના આચાર્ય અને તેમનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.