પોરબંદર જિલ્લામાં યોજાશે ઓપન ખેલોત્સવ સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિયેશન દ્વારા થયું આયોજન

આ આધુનિક યુગમાં બાળકોથી લઈને દરેક લોકો મોબાઈલમાં રમતો રમતા હોય છે તેનાથી તેમની શારિરીક અને માનસિક સ્થિતિ પર ખાસ અસર જોવા મળે છે. દરેક લોકો મોબાઈલની રમતો મૂકીને મેદાનમાં રમતો રમતા થાય અને આપણી જૂની રમતોથી વાકેફ થાય તે માટે સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા દર વર્ષે “ખેલોત્સવ”નું આયોજન કરવામાં આવે છે. Fit India Movement તથા સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા ” ઓપન ખેલોત્સવ – 2023/24″નું આયોજન કરેલ છે. જેમાં ૧૩ વર્ષથી લઈને સિનિયર સિટીઝન સુધી દરેક લોકો ભાગ લઈ શકશે. જેમાં દોડ, ગોળાફેંક, જલદચાલ જેવી વિવિધ રમતોનું આયોજન થનાર છે. ભાગ લેવા માટે https://khelotsavsyca.blogspot.com/ ની મુલાકાત લેવી તથા +91 6354869424 નંબર પર સંપર્ક કરવો. વધુમાં વધુ લોકો જોડાય તેવી સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!