જુનિ પેન્શન યોજના બાબત ફરી રણશિંગુ ફુકાયુ ,અમરેલી ખાતે આંદોલન
પોરબંદર જિલ્લા ના પ્રાથમિક શિક્ષક સંઘ, જિલ્લા સંયુક્ત મોરચો તથા પોરબંદર જિલ્લા કમઁચારી મહામંડળ પ્રમુખ, મહામંત્રી સહિત આશરે ૪૫ જેટલા શિક્ષક,તેમજ કમઁચારી ઓ અમરેલી ખાતે જોડાયા
સૌરાષ્ટ્ર જોન ના 12 જિલ્લાના શિક્ષકો તેમજ કમઁચારીઓ તા.૧૧/૦૧/૨૪ ના અમરેલી ખાતેથી સરકાર વિરુદ્ધ જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન શરૂ કરાયું છે જે તબક્કા વાર અન્ય જિલ્લાઓમાં કરીને સરકાર સામે શિક્ષકો તેમજ કમઁચારી ઓ મેદાનમાં ઉતર્યા છે ત્યારે હવે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે છે કે કેમ તે જોવું રહ્યું તેમ હિરેનભાઈ ઓડેદરા (પ્રમુખ, પોરબંદર જિલ્લા સંયુક્ત કમઁચારી મોરચો,પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ) એ અખબારી યાદી માં જણાવ્યું હતું