વર્લ્ડ વેટલેન્ડ ડે ૨૦૨૫ ની પોરબંદર વન વિભાગના દ્રારા ઉજવણી
વર્લ્ડ વેટલેન્ડ ડે ૨૦૨૫ ની પોરબંદર વન વિભાગના દ્રારા ASPEE કોલેજ ખાપટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

પોરબંદર વન વિભાગના દ્રારા વલ્ડ વેટલેન્ડ ડે ૨૦૨૫ નિમીતે ASPEE કોલેજ ખાપટ, પોરબંદર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોરબંદર જીલ્લા કલેકટર,પોલીસ અધિક્ષક, કાર્યપાલક ઇજનેર GWSSB, નિવૃર્ત મુખ્ય વન સંરક્ષક ઉદય વોરા તથા પોરબંદર ડી.સી.એફ.શ્રી ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ એન્જીઓ, પક્ષી વિદો, સ્કુલ કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. ૦૨ ફેબ્રુઆરી ૧૯૭૧ ના રોજ આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડસ પર રામસર સંમેલનની યાદગીરી રૂપે દર વર્ષે વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વલ્ડ વેટલેન્ડ ડે ૨૦૨૫ ની થીમ “ આપણા સહિયારા ભવિષ્ય માટે વેટલેન્ડસનું રક્ષણ “ છે. જે આપણને જૈવવિવિધતા અને માનવ સુખાકારી માટે વેટલેન્ડસ દ્રારા પ્રદાન કરવામાં આવતા લાભોની યાદ અપાવે છે. આ કાર્યક્રમમાં વેટલેન્ડના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. અને તેના રક્ષણ માટે અપિલ કરવામાં આવી હતી.

