શ્રી દેગામ સીમ શાળા ૨ માં ખેલોત્સવનું થયું આયોજન

આધુનિક યુગમાં બાળકો મોબાઈલમાં રમતો રમતા હોય છે તેનાથી તેમની શારિરીક અને માનસિક સ્થિતિ પર ખાસ અસર જોવા મળે છે. દરેક બાળકો મોબાઈલની રમતો મૂકી ને મેદાનમાં રમતો રમતા થાય અને આપણી જૂની રમતોથી વાકેફ થાય તે માટે સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા દર વર્ષે “ખેલોત્સવ”નું જુદી જુદી શાળાઓમાં અને ગામડાઓમાં આયોજન કરવામાં આવે છે. Fit India Movement તથા સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા “ખેલોત્સવ – 2023/24” અંતર્ગત શ્રી દેગામ સીમ શાળા ૨ ખાતે ખેલોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આપણી જૂની ગલી રમતો દોડ, ફૂડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી વગેરે રમાડવામાં આવી હતી. વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં શાળાના આચાર્ય તથા શાળાના તમામ શિક્ષક મિત્રોનો સરાહનીય સહયોગ રહ્યો હતો. આ ખેલોત્સવમાં સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશનના સભ્ય હેતલબેન બી. જેઠવા, પરેશભાઈ દુબલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!