જીએમઈઆરએસ મેડિકલ કોલેજ પોરબંદરમાં નેશનલ યુથ ડે ની ઉજવણી
આજરોજ તારીખ 12/01/2024 ના રોજ સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસ નિમિત્તે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, પોરબંદર ખાતે નેશનલ યુથ ડે ની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રામકૃષ્ણ મિશન, પોરબંદરથી સ્વામી આત્મદીપાનંદજીએ હાજરી આપી.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મહેમાનની સાથે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણી, સીડીએમઓ સહ સિવિલ સર્જન ડોક્ટર તિવારી તથા અન્ય ફેકલ્ટી મેમ્બરે દીપ પ્રાગટ્યથી કરેલ.
ત્યારબાદ સ્વામી આત્મદીપાનંદજી તથા ડીન શ્રી ડોક્ટર ગૌરવ ભાંભાણી દ્વારા સ્વામી વિવેકાનંદ વિશે પ્રવચન આપી કાર્યક્રમને આગળ વધારેલ.
ત્યારબાદ એમબીબીએસના વિદ્યાર્થીઓ દ્વારા મટીરીયાલીઝમ/ સ્પીરીચ્યુઆલીઝમ વચ્ચેની ડિબેટનું આયોજન કરેલ અને કાર્યક્રમના અંતમાં ડિબેટ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓનું સ્વામી વિવેકાનંદજીના પુસ્તક તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આમ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, પોરબંદર ખાતે ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણી દ્વારા વિદ્યાર્થીઓને “નેશનલ યુથ ડે” ની ઉજવણી માટે પ્રોત્સાહિત કરીને રાષ્ટ્રનિર્માણમાં યોગ્ય ફાળો આપે એવી આશા વ્યક્ત કરેલ.