માછીમારોના પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકાર હરહમેશ કટિબદ્ધ: મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ

• *ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલ ના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગી અને માછીમાર આગેવાનો એ માછીમારો ના વિવિધ પ્રશ્નો ઉકલેવા મુખ્યમંત્રી સાથે કરી બેઠક*

*માછીમારો ના પ્રશ્નો ઉકેલવાની મુખ્યમંત્ર ભુપેન્દ્રભાઈ પટેલે આપી ખાતરી*

મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી તેમજ ફિશરીઝ ના અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે માછીમાર આગેવાનો એ મુલાકાત કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલ ના કન્વીનર મહેન્દ્રભાઈ જુગી અને માછીમાર આગેવાનો એ માછીમારો ના વિવિધ પ્રશ્નો ઉકલેવા મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચર્ચાઓ કરી હતી જેમાં માછીમારો ના પ્રશ્નો ઉકેલવાની મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાતરી આપી હતી.
*ગાંધીનગર ખાતે યોજાઈ મિટિંગ*
ગાંધીનગર મુકામે એક અગત્યની મીટીંગ નું આયોજન થયેલ જેમાં માછીમાર સેલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના કન્વીનર મહેન્દ્રભાઈ જુગી ની અધ્યક્ષતા મા માનનીય મુખ્યમંત્રી. ભુપેન્દ્રભાઈ પટેલ, મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ અને અન્ય ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ના ઉચ્ચ અધિકારીઓ સાથે માછીમારો ના વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે ખૂબ મહત્વ ની ચર્ચા વિચારણા કરેલ, આગામી દિવસોમાં માછીમારો ના પ્રશ્નો ના નિરાકરણ કરી આપવા મુખ્યમંત્રી એ ખાતરી આપેલ હતી. આ અગત્ય ની મીટિંગ મા માછીમારો ના પ્રશ્નો ની ચર્ચા કરવા આ મીટિંગ મા ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓબીસી મોરચા વેલજીભાઈ મશાની તથા માછીમાર સેલ ગુજરાત પ્રદેશ ના સભ્યો હર્ષિત ભાઇ શિયાળ, ભરત ભાઈ મોદી એ પણ માછીમાર આગેવાનો સાથે સંકલન કરી આ મીટિંગ મા મહત્વ ની ચર્ચાઓ મા ભાગ લીધેલ હતો . માછીમારો વતી તેમના આગેવાનો મુકેશભાઈ પાંજરી પ્રમુખ પોરબંદર માછીમાર બોટ એસાઓશિયેશન, તુલસીભાઈ ગોહેલ પ્રમુખ શ્રી સાગરપુત્ર ફાઉન્ડેશન વેરાવળ ,દામોદર ચામુડ્યા પ્રમુખ મહાવીર મંડળી માંગરોળ અને ચોરવાડ બંદર ના વિવિધ આગેવાનો એ માછીમારો ના વિવિધ પ્રશ્નો ની રજુવાત કરેલ હતી.
*વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત અને ઉકેલ ની ખાતરી*
આ મિટિંગ માં માં માછીમાર આગેવાનો એ લેખિત અને મૌખિક રજૂઆત માં જણાવ્યું હતું કે, ગુજરાતના માછીમારી ઉદ્યોગમાં પ્રાણ પુરવા માટે કેટલાક અગત્યના નિર્ણયો તાત્કાલીક લેવા જરૂરી છે જેથી માછીમારોને વેઠવી પડી રહેલ અનેક પરેશાનીઓનો ઉકેલ આવે આ અંગે મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય ઉકેલ માટેની ખાતરી આપી છે.
*પીલાણા (નાની હોડી) ઉપર પેટ્રોલની ખરીદીમાં રાહત આપો*
ગત વર્ષમાં સરકાર દ્વારા નાના માચ્છીમારોને પોતાના પીલાણા (નાની હોડી) ઉપર પેટ્રોલની ખરીદીમાં રાહત આપવાની જાહેરાત થયેલ છે. જેની દરેક સ્તરેથી મંજુરી પણ મળેલ હોવા છતાં આજદિન સુધી મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કોઈ જ અમલવારી કરવામાં આવેલ નથી તેની અમલવારી કરાવવા આદેશ આપવા વિનંતી.

*ટેગિંગનો નિયમ રદ કરવો જરૂરી*

રાજયની માચ્છીમાર વિકાસ લક્ષી યોજનામાં ગત અને ચાલુ વર્ષે સહાય યોજના ઉપર ટેગીંગનો નિયમ થયેલ છે તે રદ કરવો જરૂરી છે. (ખાસ કરીને સહાય યોજનામાં ટેગીંગનો પરિપત્ર જે સામુહિક માચ્છીમારો માટે અવ્યવહારૂ છે)

*ડીપ-સી ફિશિંગ બોટનો પ્રશ્ન*

ઉપરાંત માચ્છીમારોને ભારત સરકારની ડીપ-સી ફિશિંગ બોટ બનાવવા માટે વધુ માચ્છીમારો લાભ મેળવી શકે તે રીતે કેન્દ્ર પાસે વધુ યુનિટની માંગણી કરવી અને તેની વ્યવહારૂ અમલીકરણ થાય તેવી સુચના મત્સ્યોદ્યોગ વિભાગને આપવી જોઈએ.

*૩૨ ફુટથી વધુ મોટી બોટના રજીસ્ટ્રેશન ઉપર બાન મુકવો અનિવાર્ય*
ગુજરાતના બંદરોની બોટ પાર્કિંગની ક્ષમતા અને દરિયાઈ માછલીના જથ્થાને ધ્યાને રાખી ૩૨ ફુટથી વધુ મોટી બોટના રજીસ્ટ્રેશન ઉપર ફરી બાન મુકવો અનિવાર્ય છે. (વર્ષ ૨૦૦૪ થી રાજય સરકાર અને માચ્છીમાર આગેવાનોએ સાથે મળી ૩૨ ફુટ ઉપરની બોટના નવા રજીસ્ટ્રેશન આપવા ઉપર બાન્ડ કરવામાં આવ્યો હતો. જે ગત વર્ષે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સમસ્યા સમજયા વગર બાન ઉઠાવી લીધો હતો. જે ફરી અમલ કરવો જરૂરી છે.) કારણ કે હાલમાં નવા રજીસ્ટ્રેશન કરવાની છૂટ હોવાથી બીન માચ્છીમાર લોકો કર્જ કે ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલા અને ડ્રગ્સ જેવા કામમાં જોડાયેલા છે તે લોકો આનો દુરઉપયોગ કરી રહયા છે અને ખોટા બની બેઠેલા માચ્છીમાર ગેરરીતી આચરી અભણ ગરીબ માચ્છીમારને મળવા પાત્ર લાભ પોતાના ખીસામાં ભરી રહયા છે.
પરંપરાગત માચ્છીમારની વ્યાખ્યા નિશ્ચિત કરવી જરૂરી
રાજય સરકાર દ્વારા પરંપરાગત માચ્છીમારની વ્યાખ્યા નિશ્ચિત કરી રાજયમાં તે લાગુ કરવી. જેથી સાચા માચ્છીમારોને મળવા પાત્ર લાભો સાચા માચ્છીમાર સુધી પહોંચી શકે. ગુજરાત રાજયમાં જે રીતે ખેડૂત ખાતેદારનો કાયદો છે તે રીતે મત્સ્ય ખેડૂત માટે પણ જે મત્સ્ય ખેડૂત છે તેને મત્સ્ય ખેડૂત તરીકે અલગ ઓળખાણ આપવી જોઈએ. તે માટે માચ્છીમાર સમાજની એક કમીટી બનાવી નોંધાયેલા માચ્છીમારની ચકાસણી કરી ખોટા બની બેઠેલા માચ્છીમારોને દુર કરવા. કેમ કે આવા અન્ય બની બેઠેલા માચ્છીમારો દ્વારા જ રાજયના દરિયા કિનારા ઉપર દેશદ્રોહી પ્રવૃતિ આચરવામાં આવે છે. મત્સ્ય ખેડૂત માટે પોતાના પકડાસના યોગ્ય દામ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે કમીટીની રચના કરી તેના સજેશન લેવા જોઈએ. ખાસ હાલના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જે નવા નવા પરિપત્ર અને નિયમો સામુદ્રિક માચ્છીમાર ઉપર લાદવામાં આવી રહયા છે તે રદ કરી જે કોઈ નિયમ બનાવવાના થતા હોય તેમાં માચ્છીમાર સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈને બનાવવા જોઈએ. હાલમાં માચ્છીમારોને તકલીફો અને હેરાનગતિ થયેલ છે તેના ઉપર પગલા લેવા જોઈએ તે ખુબ જરૂરી છે. (જેથી માચ્છીમાર સમાજનો સરકારશ્રી ઉપર વિશ્વાસ વધુ મજબતુ થાય.)
*જેતપુર ઉદ્યોગનું પાણી છોડવાની યોજના રદ કરવા રજૂઆત*
જેતપુર ઉદ્યોગનું પાણી પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે તાત્કાલીક રદ કરવી જોઈએ જેનાથી માછીમારને ખુબ જ નુકશાનીનો સામનો કરવો પડશે.

*માંગરોળ-ચોરવાડ બંદરના વિવિધ પ્રશ્નો*

માંગરોળ-ચોરવાડ બંદરના વિવિધ પ્રશ્નો જેમાં (૧) ફેસ-૩નું ચાલુ કામ પૂર્ણ કરાવી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે લોકાર્પણ કરાવવા વિનંતી છે. (૨) છેલ્લા ઘણા વખતથી ફેસ-૧-૨ માંગરોળ બંદરના મેન્ટેનન્સની માંગણી થયેલ છે. જો આ મેઈન્ટેનન્સ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમ્યાન કે વાવાઝોડા દરમ્યાન માઈનોર ડેમેજ થયેલ બ્રેકવોટર વોલ ડેમેજ વધતા મોટી જાન- માલની નુકશાની થવા સંભાવઓનાઓ છે. (૩) ફેસ-૧-૨માં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેજીંગ થયેલ નથી પરિણામે બોટોને આવન-જાવનમાં ખુબ જ મુશ્કેલી પડે છે. સમય વ્યય થઈ રહયો છે. (૪) ફેસ-૩ માં ફીશરીઝને ફાળવેલ જગ્યામાં બોટ પાર્કિંગ માટે વ્યવસ્થા ઉભી કરવા રજુઆત છે. (૫) ચોરવાડ બંદરના વિકાસ કામો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભી કરવા રજુઆત છે. ગુજરાતના જુદા-જુદા બંદરો ઉપર સરકાર દ્વારા નવા ફીશરીઝ બંદરોના ચાલી રહયા છે અને અનેક બંદરો ઉપર વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે જે ગુણવત્તાસભર થાય તે માટે જરૂરી ગાઈડલાઈન અને ચકાસણી માટે જરૂરી આદેશ થવા વિનંતી.

*એલઈડી લાઈટ ફીશીંગ બંધ કરાવવી જરૂરી*

અતિઆધુનિક સાધનો સાથે કરવામાં આવતી રાક્ષસી ફીશીંગ જેવી કે એલઈડી લાઈટ ફીશીંગ, પર્સનેટધરા ફિશીંગ, લાઈન ફીશીંગ સખત બંધ કરાવવા અને આ પ્રકારની ફીશીંગ માટે કડક નિયમો બહાર પાડવા અને કાયદો બનાવવો જરૂરી છે. આ અગત્યના મુદે તાત્કાલીક નિર્ણય આદેશ થવા અરજ છે.
*પ્રાઈવેટ કન્ઝ્યુમર પંપ ઉપરથી પેટ્રોલ ખરીદી કરવા માટે મંજુરી આપો*
રાજય સરકાર દ્વારા ઓબીએમ નાની હોડી ધારકોને કેરોસીન સાથે પેટ્રોલ ખરીદી ઉપર સબસીડી આપવાનો નિર્ણય થયાને વર્ષ ઉપરાંત થઈ ગયેલ હોય પણ જીએફસીસીએ દ્વારા પેટ્રોલ વિતરણ વ્યવસ્થા હજુ સુધી ઉભી કરવામાં નથી આવી જયાં સુધી જીએફસીસીએ દ્વારા વિતરણ વ્યવસ્થા ઉભી કરવામાં ના આવે ત્યાં સુધી પ્રાઈવેટ કન્ઝ્યુમર પંપ ઉપરથી પેટ્રોલ ખરીદી કરવા માટે મંજુરી આપવી જોઈએ અને તે ખરીદી ના બિલ ઉપર સબસીડી આપવી જોઈએ તે પ્રકારની વ્યવસ્થા વહેલીતકે થાય તે માટે આદેશ થવા વિનંતી છે.

*બેકારીભથ્થુ જાહેર કરો*

માછીમારોની બંધ સિઝન દરમિયાન બેકારીભથ્થુ અન્ય રાજયોની જેમ મળે તે માટે તાત્કાલીક યોજના જાહેર કરવા, બજેટમાં સમાવેશ કરવા વિનંતી.

*એકસાઈઝ ડયુટી માફ કરવાની યોજના ચાલુ કરાવવા પ્રયાસો જરૂરી*
અગાઉ માછીમારોને કેન્દ્ર સરકાર દ્વારા એકસાઈઝ ડયુટી ડીઝલ ઉપર પરત મળતી હતી. મનમોહન સરકાર આવી પછીથી માછીમારોને મળતી બંધ થઈ, વર્તમાનમાં રાજયમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં માછીમારોની એકસાઈઝ ડયુટી માફ કરવાની યોજના ચાલુ કરાવવા રાજય સરકાર કેન્દ્ર સરકારમાં માંગણી કરે તેવી વિનંતી છે.

*બચ્ચા માછલી પકડવા અને વેચવા ઉપર સખત પ્રતિબંધ જરૂરી*

જુવેનાઈલ ફીશ (બચ્ચા માછલી) પકડવા અને વેચવા ઉપર સખત પ્રતિબંધ કરવા માટેનો કાયદો અમલમાં લાવવો અત્યંત જરૂરી છે.

*માછીમારો ની યોજના માટે બજેટમાં જરૂરી જોગવાઈ કરવા રજૂઆત*

સરકારશ્રી ના મત્સ્યોધોગ વિભાગ તરફથી માચ્છીમારો ના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં એફ.આર.પી. નાની હોડી (પીલાણી) ઓમાં વપરાતા સાધનો (૧). આઉટબોર્ડ મોટર એન્જીન (૨). જાળ (ગીલનેટ) (૩). લાઈફ સેવિંગ જેકેટ (૪). ઈલેકટ્રીક સાધનો (૫). ઇન્સ્યુલેટેડ બોક્ષ (૬). હોડી રીપ્લેસમેન્ટ જેવા અનેક સાધનો માં સહાય (સબસીડી) આપવાની યોજનાઓમાં જુની સીસ્ટમ માંજ સહાય ચુકવવામાં આવે છે. જેમાં સુધારો કરવા અને બજેટમાં માછીમારો માટે જરૂરી જોગવાઈ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

*આઉટબોર્ડ મોટર એન્જીન સહાય*

રાજ્ય સરકાર દ્વારા આઉટબોર્ડ મોટર એન્જીન ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક સહાય યોજનામાં દરેક માચ્છીમાર ને તમામ હોડીના નવા એન્જીન ખરીદી ઉપર પાંચ વર્ષના સમય મર્યાદામાં સહાય મળવા પાત્ર હતી. પરંતુ હાલ જીલ્લા અધિકારીની મૌખીક સુચના મુજબ હવેથી આજીવન એક વખત મળવા પાત્ર થશે. પણ આ આઉટબોર્ડ એન્જીન લાંબા સમય સુધી વાપરી શકાતું નથી કારણે કે આ એન્જીન નું આયુષ્ય ત્રણ થી પાંચ વર્ષનું હોય છે. જે માચ્છીમારી દરમિયાન ખુલ્લામાં દરિયાના ખારા પાણીમાં ઉપયોગ થાય છે. જેથી આ સહાય માં જુના નિયમ મુજબ રાખવામાં આવે.

*ગીલનેટ સહાય*

રાજ્ય સરકાર દ્વારા ઓ.બી.એઅમ ધારકો માટે ગીલનેટ સહાય તળે લાભાર્થી ને રૂ. ૧,૦૦,૦૦૦/- ની ખરીદી ઉપર ૨૫% અથવા રૂ. ૨૫,૦૦૦/- જેમાં થી જે ઓછું હોય તે સહાય ચૂકવામાં આવે છે. પરંતુ હાલ માછીમારીમાં આધુનિકતા આવે તે માટે અલગ પ્રકારના મટીરીયલ ગીલનેટ જે માર્કેટમાં અતિશય મોંધા આવે છે જેની રકમ લાખોમાં થતી હોય છે. આ યોજના માં પણ ખરીદી કીમત તથા સહાય ની મર્યાદા વધારી અને ૫.૦૦.૦૦૦/- ઉપર ૪૦ થી ૫૦% જેવી કરવા વિનંતી છે.
*ઈલેકટ્રીક સાધન સહાય*
રાજ્ય સરકાર ફિશરીઝ વિભાગ દ્વારા ઓ.બી.એમ હોડી ધારકોને ઈલેકટ્રીક સાધન જેમા બેટરી, સોલાર, લાઈટ જેવી અનેક સાધનોમાં સહાય ચુકવવામાં આવેછે. જે રૂ. ૩,૫૦૦/- સહાય ચુકવવામાં આવે છે જે હાલના સમય અને આધુનિકતા ને ધ્યાનમાં રાખી અને આ સહાયની રકમ માં વધારો થાયતો માચ્છીમારી વ્યવસાયમાં આ આધુનિકતાથી વેગ મળીરહે અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો માં વધારો કરી સહાયમાં વધારો કરી અને રૂ. ૧૦,૦૦૦/- થી ૧૨,૦૦૦ કરવા વિનંતી

*ઇન્સ્યુલેટડ બોક્ષ*

રાજ્ય સરકાર દ્વારા ઇન્સ્યુલેટડ બોક્ષ માં સહાય ચુકવવામાં આવે છે. પરંતુ આ સહાય માં ૧૦૦ લીટર થી ૫૦૦ લીટર સુધી જ છે જેમાં વધારી ને ૧૫૦૦ લીટર સુધીની મર્યાદા કરવામાં આવે. તે વિનંતી

*હોડી રીપ્લેસમેન્ટ*

ભારત સરકાર દ્વારા નાના માચ્છીમારો માટે હોડી રીપ્લેસમેન્ટ નામની સહાય યોજના છે. જે નાની હોડી લઈને ગીલનેટ દ્વારા ફિશીંગ કરવામાં આવે છે. તેની જુની હોડીનો નિકાલ કરી અને નવી હોડી, નવા ગીલનેટ અને એન્જીન ઉપર રૂ. ૨,૦૦,૦૦૦/- ચુકવવામાં આવે છે. પરંતુ આ સમયમાં વધતી મોંધવારી ને ધ્યાનમાં રાખી ને તમામ સાધનની ખરીદી ઉપર ૫૦% અથવા રૂ. ૫,૦૦,૦૦૦/- હોવી જોઈએ, કારણ કે હોડી એન્જીન અને ગીલનેટ સિવાય અન્ય ઘણી સામગ્રીઓ હોડીમાં જરૂરી હોય છે. જેનું એસ્ટીમેન્ટ દશ થી બાર લાખ સુધી થાય છે.

*પેટ્રોલ સહાય યોજના*

રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ ૨૦૨૨ માં કેરોસીન ના વિકલ્પ માં ઓ.બી.એમ હોડીનાં એન્જીન નાં પેટ્રોલ ઉપર નાના માચ્છીમારો ને સહાય ચુકવવાનો ઠરાવ કરેલ છે. પણ મત્સ્યોદ્યોગ ખતા ની ગુંચવણ ના કારણે આ સહાય હજુ સુધી માચ્છીમાર સુધી પહોચતી થઈ નથી.

ઉપરોક્ત તમામ પ્રશ્નો અંગે મુખ્યમંત્રી એ અને મત્સ્યોદ્યોગ મંત્રીએ સકારાત્મક જવાબ આપી ને આ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે અને લગતા વળગતા અધિકારીઓ ને સૂચના આપી દેવામાં આવશે તેમ જણાવ્યું હોવાનું અખબારી યાદી માં મહેન્દ્ર જુંગી,(સંયોજક પ્રદેશ ભાજપ માછીમાર સેલ ગુજરાત )એ જણાવ્યુ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!