ઘેડ સામાજિક વિકાસ સમિતિ બળેજ દ્રારા વ્યસમુક્તિ, સ્વસ્થ જીવનશૈલી પરિસંવાદ અને ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાયો
ઘેડ સામાજિક વિકાસ સમિતિ,સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા- બળેજ , પે સેન્ટર પ્રાથમિક શાળા- બળેજ દ્રારા વ્યસમુક્તિ, સ્વસ્થ જીવનશૈલી પરિસંવાદ અને ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાયો.


ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્રારા તારીખ 21/9/2024 ને શનિવારના રોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા- બળેજ , પે સેન્ટર પ્રાથમિક શાળા- બળેજ ખાતે બાલવાટિકા થી ધોરણ 12 સુધીના આશરે 400 જેટલા વિધાર્થીઓ માટે વ્યસમુક્તિ, સ્વસ્થ જીવનશૈલી પરિસંવાદ અને ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં કુતિયાણા તાલુકાના સેગરસ ગામ ખાતે આવેલ સરકારી આયુર્વેદિક દવાખાનામા ફરજ બજાવતા મેડિકલ ઑફિસરશ્રી ડૉ.ભરતભાઇ ચૌહાણ દ્વારા સ્વસ્થ જીવનશૈલી માટે બાળકોએ પૌષ્ટિક અને તાજો આહાર જીવનશૈલીનો હિસ્સો બનાવવો જોઇએ, વિધાર્થીઓની દૈનિક દિનચર્યા કેવી હોવી જોઈએ, વાંચેલું વધુ યાદ કઈ રીતે રહે,તેમજ બહારના ફુડ પેકેટથી શરીર પર થતી વિનાશક અસરો વિશે વિધાર્થીઓને ઉંડાણપૂર્વક માહિતગાર કરેલ.
સરકારી હાઇસ્કૂલ- બળેજના પ્રિન્સીપાલશ્રી ભરતભાઇ જાડેજા દ્વારા વ્યસનથી થતા કેન્સર જેવા ગંભીર રોગો, બિમારીઓ વગેરે મુદ્દાઓ અંગે પ્રેસેંટેશન અને વીડિયોના માધ્યમથી બાળકને જાણકારી આપેલ. અને વ્યસનથી દુર રહેવા જણાવેલ.
ઘેડ સામાજિક વિકાસ સમિતિના સભ્ય અને કાલેજ પે સેન્ટર શાળાના આચાર્યશ્રી રાજુભાઈ સુત્રેજા દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવી, દીકરીઓને લક્ષ્મી નહી પણ દુર્ગા બનવાની જરૂર છે વગેરે મુદ્દાઓ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ.
અંતે આચાર્ય, શિક્ષકો,વિદ્યાર્થીઓ અને હાજર ગ્રામજનો માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખશ્રી લીલાભાઇ પરમાર, ડૉ. ભરતભાઇ ચૌહાણ, હાઇસ્કૂલના આચાર્યશ્રી ભરતભાઇ જાડેજા, પ્રાથમિકના આચાર્યશ્રી મહેશભાઈ વાઢિયા, બંને શાળાના શિક્ષકો, વિધાર્થીઓ,SMC કમિટીના સભ્યો અને ગ્રામજનોએ જહેમત ઉઠાવેલ.
નમ્ર અપીલ
ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્રારા ઘેડ વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો વગેરેને વ્યસનરૂપી રાક્ષસથી દુર રહેવા નમ્ર અપીલ કરવામાં આવે છે.
@followers
