આર્ય કન્યા ગુરુકુલની દીકરીઓએ પુસ્તક પ્રદર્શનની લીધી મુલાકાત
આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની ધોરણ 9 અને 11 ની દીકરીઓને સ્ટેટ લાઈબ્રેરી પોરબંદર ખાતે યોજાયેલ પુસ્તક પ્રદર્શનની મુલાકાતે લઈ જવામાં આવી હતી સૌ પ્રથમ લાઈબ્રેરી કારોબારી સમિતિના સભ્યો દ્વારા દીકરીઓને આવકારવામાં આવી હતી ત્યારબાદ લાઇબ્રેરીના ઈતિહાસ વિષે વાત કરવામાં આવી હતી. પ્રદર્શનમા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત ભાષામાં વિવિધ વિષયોના પુસ્તકો દીકરીઓએ નિહાળ્યા ત્યારબાદ એ પુસ્તકોમાંથી પોત પોતાના રસ રુચિ પ્રમાણે ડાયરીમાં નોંધ કરી હતી તથા દીકરીઓએ પણ પુસ્તકો વિષે લાઈબ્રેરી વિષે કારોબારી સમિતિના સભ્યોને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા જેના ખૂબ સંતોષકારક જવાબ મળ્યા હતા આચાર્યા ડો.રંજના મજીઠિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ પુસ્તક પ્રદર્શનની મુલાકાતે દીકરીઓ સાથે તેમના ગુરૂજનો દિનાબેન મસાણી, મોનિકાબેન દવે, જલ્પાબેન કુછડીયા તથા રિધ્ધિબેન ઠકરાર ગયા હતા દીકરીઓને આ પ્રદર્શનથી અનેક પુસ્તકોની તથા તેમના લેખકો વિષેની જાણકારી પ્રાપ્ત થઈ હતી.