શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પોરબંદર ખાતે ભવ્ય કૃષિ ઉદ્યોગ તેમજ કન્ઝ્યુમર મેળાનું આયોજન

પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ તથા ગીર સોમનાથ એમ છ જિલ્લાઓને આવરી લેતા કૃષિ ઉદ્યોગ તેમજ કન્ઝ્યુમર મેળા

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આગામી 2024માં તારીખ 17 18 19 એમ ત્રણ દિવસના પોરબંદરના ચોપાટી ક્રિકેટ મેળા ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રના છ જિલ્લાઓને જોડતા કૃષિ – ઉદ્યોગ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે

કૃષ્ણ સખા સુદામા તેમજ પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વવિખ્યાત તથા દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવ સુપ્રસિદ્ધ મંદિરોને જોડતા પોરબંદર ખાતે આગામી મેં 2024માં ત્રણ દિવસીય કૃષિ ઉદ્યોગ તેમજ કન્ઝ્યુમર મેળાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવેલું છે આ મેળાનો લાભ પોરબંદર સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ તેમજ ગીર સોમનાથ સહિતના વિસ્તારોના કૃષિ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે લાભ કરતાં બની રહેશે.

ગત વર્ષે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પોરબંદર ખાતે ત્રણ દિવસીય કૃષિ તથા ઉદ્યોગ મેળાનું સફળ આયોજન કરવામાં આવેલું હતું અને આ મેળાની ભારે લોક ચાહના તેમજ વેપારી ભાઈઓની માગણીને ધ્યાનમાં રાખીને એક દિવસનો વધારો પણ કરવામાં આવેલો હતો

ફરી એક વખત પોરબંદર વિસ્તારના ખેડૂત ભાઈઓ તેમજ ઉદ્યોગકારો તથા પોરબંદરની આસપાસના જિલ્લાઓને જોડતા ત્રણ દિવસના કૃષિ ઉદ્યોગ તથા કન્ઝ્યુમર મેળાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં કૃષિ ક્ષેત્રે વિવિધ બિયારણો, ખાતરો જંતુનાશક દવાઓ, કૃષિ ઓજારો, ટ્રેક્ટર પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતરો જુદા જુદા ખાતરો તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વગેરે ઉદ્યોગ ક્ષેત્રે વિવિધ મશીનરીઓ સોલાર પેનલો બાંધકામ ક્ષેત્રે ક્ષેત્રમાં સિમેન્ટ સ્ટીલ, ઓટો મોબાઇલ ક્ષેત્રે સ્કુટર , મોટર સાયકલ , કાર , ભારે વાહનો, ઇલેક્ટ્રિક વાહનો તેમજ વિવિધ ઇલેક્ટ્રોનિક્સ, આઈટમ રેડીમેડ કપડા વિવિધ બેંકો ઇન્સ્યોરન્સ તેમજ પ્રવાસન કંપની, શાળા કોલેજ સહિતની ના વિશાળ કૃષિ ઉદ્યોગ તથા કન્ઝ્યુમર મેળાનું આયોજન કરવામાં આવેલું છે.
આ મેળામાં કૃષિ ક્ષેત્રે ખેડૂત ભાઈઓને માર્ગદર્શન મળી રહે એવા શુભ આશયથી વિવિધ તજજ્ઞોને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રદીપભાઈ કાલરીયા (હેડ, જમીન ચકાસણી પ્રયોગશાળા માર્કેટિંગ યાર્ડ, ગોંડલ) ડો. વિરેન્દ્ર ભટ્ટ ( નિવૃત વૈજ્ઞાનિક, કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ) શ્રી પરબતભાઈ ખિસ્તરિયા (ડેપ્યુટી ડાયરેક્ટર, આત્મા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર) શ્રી પ્રફુલભાઈ સેન્જળિયા (રાજ્ય સંયોજક, પ્રાકૃતિક કૃષિ, ગુજરાત રાજ્ય) તેમજ શ્રી રમેશભાઈ રૂપાપરા (પ્રગતિશીલ ખેડૂત, ગોંડલ) શ્રી પરષોત્તમભાઈ સિદ્ધપરા (પ્રગતિશીલ ખેડૂત, જામકા) ભાઈઓની માર્ગદર્શન સેવાઓ મળી રહેશે

પોરબંદર ખાતે કૃષિ ઉદ્યોગ તેમજ કન્ઝ્યુમર ક્ષેત્રે વિપુલ તકો રહેલી છે આ તકો સાથે જોડાવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સલ દ્વારા કૃષિ ઉદ્યોગ તેમજ મે વામા વેપારીઓ તથા ઉદ્યોગકારોને જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવે છે તેમજ વધુ માહિતી તેમજ તથા સ્ટોલ બુકિંગ માટે શ્રી લાખાભાઈ કેશવાલા મો 93281 15508, અરજણભાઈ ખિસ્તરિયા મો. 98251 81857 ,પરબતભાઈ કેશવાલા મો. 98253 55755 , અરજનભાઈ કેશવાલા મો. 94272 08157 શ્રી વિરમભાઈ ટીંબા મો. 99983 95159 તેમજ સંસ્થાના મો. 9974808900 પર સંપર્ક સાધવા જણાવેલ છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!