લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

તા.26-01-2024 શુક્રવારના રોજ 75માં પ્રજાસત્તાક દિવસની લાયન્સ હોસ્પિટલ,પોરબંદર માં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવેલ. લાયન્સ કલબ પોરબંદર ના પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડીયાએ ભારતની શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો, સૌ સાથે મળી સલામી સાથે રાષ્ટ્રગીત ગાઈને ભારત માતા કી જય નો ભવ્ય નાદ લગાડ્યો હતો.
26મી જાન્યુઆરી પ્રસંગે જે શ્રમજીવી બાળકો ફૂટપાથ ઉપર તિરંગા ની સાથે જ તેમની આજીવિકા હોય તેવા શ્રમજીવી બાળકો પાસેથી તિરંગા લઈને ક તેમને અલ્પાહાર કરાવ્યો હતો.
રાસિકબાપા રોટલાવાળા બાલમંદિર અને પ્રાથમિક શાળાના તમામ બાળકોને પેપર ના રાષ્ટ્રધ્વજ આપી પરપ્રાંતીય બાળકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી

આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી,લાયન આશિષ પંડ્યા,સિનિયર મોસ્ટ લાયન ડો.સુરેશભાઈ ગાંધી સાહેબ લાયન જયેન્દ્રભાઈ હાથી,લાયન તેજસ લાખાણી,લાયન રાજેશ લાખાણી,લાયન ગોપાલ લોઢારી,લાયન પ્રમોદભાઈ સૂદ્રા,લાયન મુકેશ ગોસલિયા, લાયન ભૂપેન્દ્ર દાસાણી, લાયન dr. રાજ પંડયા, લાયન dr નિરવ પુરોહિત, લાયન દુર્ગા બેન લાદીવાલા,લાયન ડો.નયના બેન જતી,લાયન ઉમેશભાઈ ગજ્જર,
લાયન પ્રફુલ્લ ભાઈ મોઢા,લાયન કિશન મલકાણ, રશ્મિનભાઈ ચોટાઈ, તેમજ બધા લાયન મિત્રોનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા પ્રજાસત્તાક દિવસ માત્ર રજા નથી; આ એક એવો દિવસ છે જે લાખો ભારતીયોના હૃદયમાં દેશભક્તિ અને ભાઈચારાની ભાવના જગાડે છે. ભારતના શહેરોને ત્રિરંગાની સજાવટથી શણગારવામાં આવે છે, અને વિશ્વભરના ભારતીયો પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધ્વજવંદન સમારંભો જુએ છે અને તેમાં ભાગ લે છે. આ સંદર્ભમાં, ગુજરાતીમાં પ્રજાસત્તાક દિવસના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તહેવારોમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીયોના હૃદયની વાત કરે છે, ગુજરાતીમાં આ પ્રજાસત્તાક દિવસના વિવિધ ટેબ્લો ભારતની ભાવનાના સારને સમાવિષ્ટ કરે છે – વિવિધતા વચ્ચે એકતા, મહાન શક્તિ, અપાર દેશભક્તિ અને લોકશાહી આદર્શો માટે અતૂટ સમર્પણ કર્યાની સાથે પ્રજાસત્તાક પર્વની સમજણ સાથે અનેરી ઉજવણી સાથે દરેકને શુભકામનાઓ પાઠવવમાં આવી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!