રાણાવાવમાં આઝાદ ગ્રુપ દ્વારા ધનતેરસે સામૂહિક સત્યનારાયણ કથા યોજાઇ : સમરસતા ના ઉદ્દેશ સાથે વિવિધ જ્ઞાતિ ના લોકો જોડાયા

રાણાવાવમાં આઝાદ ગ્રુપ દ્વારા ધનતેરસે સામૂહિક સત્યનારાયણ કથા યોજાઇ : સમરસતા ના ઉદ્દેશ સાથે વિવિધ જ્ઞાતિ ના લોકો જોડાયા


આઝાદ ગ્રુપ રાણાવાવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસના પવિત્ર દિવસે સમૂહ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 જેટલા નવદંપતીઓ પરિવાર સાથે પૂજામા ભાગ લીધો હતો તેમજ હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના લોકો એકત્ર થઈ સામાજિક સમરસતા માટે સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી. શહેરની મધ્યમાં આરએસએસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કથામાં રાણાવાવના નગરજનો માટે સુંદર બેઠક વ્યવસ્થા, દૂધ કોલ્ડ્રિંક્સ તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્ઞાતિ આગેવાનો તથા સામાજિક, રાજકીય અગ્રણીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં કથામાં જોડાયા હતા. આઝાદ ગ્રુપ વતી આયોજનમાં સહભાગી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!