ડેટા ફેલર કમ્પની સાથે પોરબંદરની કોલેજના એમઓયું

પોરબંદર : ડૉ. વિ. આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેક્નોલોજીમાં ચાલતા ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટરના એેન્જિનીયરીંગ અને ડિપ્લોમાં કોમ્પ્યુટર અભ્યાસક્રનાં વિદ્યાર્થી આજની આધુનિક ટેક્નોલોજી સાથ તાલથી તાલ મીલાવી શકે જેના માટે ઇન્દોરની ડેટા ફલેર આઇ.ટી. કંપની સાથે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે.
આ એમ.ઓ.યુ. નો મુખ્ય ઉદ્ેશ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય સાથે વ્યવસાયિક ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી કઇ રીતે વાસ્તવમાં કાર્ય કરે છે તેની માહિતીથી માહિતગાર થશે.
હેડ ઓફ ઘ ડિપાર્ટમેનટ નિયતી ઓડેદરાએ જણાવેલ કે, આ એમઓયુ સર્વગ્રાહી શિક્ષણ પ્રદાન કરવાની અમારી પ્રતિબધ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. ડેટા ફલેર કંપની દ્વારા ઓફર કરવામાં આવતા થેરાપી અભ્યાસક્રમોની એકસેસ અમારા કોલેજના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તેમની કારકિદીમાં શ્રેષ્ઠ બનાવવા માટે સશકત બનાવશે.
ડેટા ફલેરના ડિરેક્ટર પ્રાચી પટોડીએ માહિતી આપતા જણાવેલ કે ગુણવતાવાળા શિક્ષણને સુલભ બનાવવા માટે અમે કોલેજ સાથે હાથ મિલાવીને આનંદ અનુભવીએ છીએ. અમારો ઉદ્ેશ્ય માત્ર શૈક્ષણિક જ નહી પંતુ વ્યવહારીક રીતે પણ ફાયદાકારક હોય તેવા કૌશલ્યોના વિકાસને સમર્થન આપવાનો છે. આ એમઓયુ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે પરસ્પર સમર્પણને દશાવે છે. જે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ અગ્રણીઓ વચ્ચે સહયોગી પ્રયાસોના મહત્વને દર્શાવે છે.
ડેટા ફેલર સાથેના આ એમઓયુ ને સંસ્થા પ્રમુખશ્રી ડૉ. વિરમભાઇ ગોઢાણીયાએ આવકાર્યો અને આગળ પણ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે વધુ કંપનીઓ સાથે એમઓયુ કરવા જણાવે. તથા આ એમઓયુ ને સફળ બનાવવા માટે નિયતી ઓડેદરા સતત કંપના સંપર્ક કરી તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરેલ.
કોલેજની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ ડૉ. વિરમભાઇ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અર્જુનભાઇ મોઢવાડિયા, ટ્રસ્ટીશ્રી ભરતભાઇ ઓડેદરા, ટ્રસ્ટી શ્રીમતી શાંતાબેન ઓડેદરા, ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, વર્કિંગ ટ્રસ્ટ ભરતભાઇ વિસાણા, વર્કિંગ ટ્રસ્ટી શ્રીમતી ડૉ. હિનાબેન ઓડેદરા, કોલેજના હેડ યશ દાસાણી, ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ઘ ડિપાર્ટમેન્ટ નિયતી ઓડેદરાને શુભકામનાઓ પાઠવેલ.
