પોરબંદરમાં જે.ટી. જ્વેલર્સના માલિક સામે છેતરપિંડીની ફરિયાદ

ફરિયાદ અનુસાર જે.ટી. જ્વેલર્સના માલિક સંજય જેન્તી નાંઢાએ 22 કેરેટનો ભાવ લઈને 18 કેરેટનું મંગળસૂત્ર પધરાવી દીધું
કોલીખડા રહીશ ભરત મેરામણ બાપોદરાની ફરિયાદ અનુસાર પેન્ડલ અને સાંકળીમાં પણ તોલા દીઠ પાંચ પાંચ હજારની છેતરપિંડી
પોરબંદરમાં ચાર દિવસ પૂર્વે એક સોનીએ તેના ગ્રાહકે પોતાની સાથે ઝઘડો કર્યાની ફરિયાદ ઝઘડો થયાની માત્ર અડધી કલાકમાં પોલીસ સ્થળે જઈને નોંધાવી દીધી હતી તે સમયે જ એ પ્રશ્ન અવતાર ધારણ કરી ચૂક્યો હતો કે સોનીએ એવું તે શું કર્યું કે ગ્રાહકે ઝઘડો કરવાની જરૂર પડી???? જોકે હવે આ સવાલનો જવાબ પણ પોલીસ ફરિયાદના રૂપમાં અવતાર લઈ ચૂક્યો છે અને ઝઘડાનું કારણ પણ સપાટી પર આવી ગયું છે. કારણમાં સોનીનું એક જબરદસ્ત કૌભાંડ બહાર આવ્યું છે. ગ્રાહક ભરત મેરામણ બાપોદરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર જે.ટી. જ્વેલર્સ નામની દુકાનના માલિક સંજય જેન્તીલાલ નાંઢાએ પોતાને 22 કેરેટનો ભાવ લઈને 18 કેરેટનું મંગળ સૂત્ર પધરાવી દીધું હતું અને સોનાનું પેન્ડલ અને સાંકળીમાં તોલા દીઠ પાંચ પાંચ હજારની છેતરપિંડી કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભરતભાઇ મેરામણભાઇ બાપોદરા (ઉ.વ.૨૫ ધંધો.ખેતીકામ રહે. કોલીખડા ગામની રાબડીયા સીમ વાડી વિસ્તાર તા.જી. પોરબંદર)એ જે.ટી.જવેલર્સ દુકાનના માલીક સંજય જેન્તી નાંઢા (રહે. વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદી આરોપીની દુકાનેથી વર્ષોથી આરોપીના વિશ્વાસે સોનાની ખરીદી કરતા હોવાથી ફરીયાદીને વિશ્વાસમા લઇ આરોપીએ ફરીયાદીને સોનાનુ મંગળસુત્ર જેમા એક તોલાનો ભાવ રૂ।.૨૮,૫૦૦/- ૨૨ કેરેટ નો લઇ તે મંગળસુત્ર તેણે ૧૭.૫ કેરેટ થી ૧૮ કેરેટ સુધીનુ સોનાનુ પેન્ડલ તથા સાકરીમાં વેચાણ આપી તોલા દીઠ આશરે રૂા.૫૦૦૦/- ની છેતરપીંડી કરેલ. આમ ફરીયાદી સાથે આરોપીએ વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુન્હો કર્યા બાબત તા. ૨/૧૨/૨૦૧૮ના કલાક ૧૨/૦૦ થાણાથી પુર્વે ૧કિ.મી. દુર પોરબંદર બંગડી બજાર જે.ટી.જવેલર્સ નામની દુકાનમાં ટ્રેડર્સ પાસે બનેલી આ ઘટના અંગે તા.૨૭/૧/૨૪ના કલાક ૧૪/૩૦ વાગ્યે કીર્તિમંદિર પોલીસમાં આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો દાખલ થતા પીએસઆઇ એ.એ.મકવાણાએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ફરિયાદમાં જે પ્રકારની ઘટના બહાર આવી છે તે પ્રકારની ઘટના કેટલાક ગ્રાહકો સામે કે સાથે બની છે તે પણ સામે આવશે .
