NSUI અને વાલીઓની જીત, એમ.કે.ગાંધી સ્કુલમાં ૧૯ શિક્ષકો આવ્યા


પોરબંદર NSUI અને વાલીઓએ ફુલોની વર્ષાથી માન્યો શિક્ષણ અધિકારીને આભાર
પોરબંદરની એમ.કે ગાંધી ઇંગ્લિશ મિડિયમ સ્કુલમાં તા.૨૩/૧/૨૦૨૪ ના રોજ ૨૬ પ્રવાસી શિક્ષકોને નિયામક દ્વારા છુટા કરી દેવાતા સ્કુલમાં અભ્યાસ કરતા ૧૧૦૦ થી વધુ વિધાર્થીઓનું ભાવિ ડોળાઇ રહ્યું હતુ સાથો સાથ વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા. તા.૨૫/૦૧/૨૦૨૪ ના રોજ ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ દ્વારા નિયામક કચેરી ખાતે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ નિર્ણય લેવાયો ના હતો સામે ગુજરાતી શિક્ષકો જેમણી ઇંગ્લિશ મિડિયમમાં લાયકાત પણ ના હોય તો છતાં એમ.કે ગાંધી ઇગ્લિશ મિડિયમ સ્કૂલમાં મુકાયા હતા જેથી વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો કેમ સ્થિતિ એવી સર્જાઇ હતી કે શિક્ષકો માત્ર ટીવી માં સમજાવીને ભણાવતા હતા તેવી ફરિયાદો થઇ હતી
પોરબંદર NSUI એ વાલીઓને સાથે રાખી ર દિવસ પહેલા શિક્ષણ અધિકારી ઓફિસ ખાતે હોબાળો મચાવયો હતો, જ્યાં સુધી ઇગ્લિશ મિડિયમના શિક્ષકો નહિ આપો ત્યાં સુધી અમે અહીંથી જાશુ નહિ સાથો સાથ શિક્ષણ અધિકારી ઓફિસના ટેબલ પર બંગડીઓ પણ ફેંકી હતી અને કહ્યું હતું તમારા ઉપરી અધિકારીને કહો જો બાળકોનું ભલું ના વિચારી શકતા હોય તો આ બંગડીઓ પહેરી લે..
શિક્ષણ અધિકારીને ગુજરાત પ્રદેશ NSUI ના મહામંત્રી કિશન રાઠોડ દ્વારા કહેવાયુ હતું જો આપ વિધાર્થીઓના હિતમાં ૨ માં નિર્ણય નહિ કરો તો અમને અન્ય આંદોલન કરવા માટે કોઇ રોકી શકશે નહિ જો આપ બાળકો(વિધાર્થીઓ) ના હિતમાં યોગ્ય નિર્ણય કરશો તો આપનું ફુલોથી અમે સ્વાગત કરીશું, શિક્ષણ અધિકારી દ્વારા ખાત્રી અપાઈ હતી કે યોગ્ય નિર્ણય ૨ દિવસમાં કરીશું આજે એમ.કે.ગાંધી ઇંગ્લિશ મિડિયમ સ્કુલમાં ૧૯ શિક્ષકો અન્ય શાળામાંથી ઇગ્લિશ વિષયના શિક્ષકો નિમવામાં આવ્યા છે જેમને લઇને આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પોરબંદર NSUI ટીમે ફુલોની વર્ષાથી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વાલીએ ગુલાબનું ફુલ આપી આભાર વ્યક્ત કર્યો હતો.. આગામી દિવસોમાં વિધાર્થીઓના હિતાવક હંમેશા નિર્ણય કરશો તેવી આશા સહ અભિવાદન કર્યું હતુ.
ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,જયદિપ સોલંકી,રાજ પોપટ,હર્ષ રાબડિયા,દિવ્યેશ સોલંકી,ચિરાગ ચાંચિયા,સાહિલ ચોટાઇ,દિવ્યેશ કોટેચા,પાર્થ ઉનડકઠ,યશ ઓઝા સહિત હાજર રહ્યા હતા..
