મોરબી ઝુલતા પુલ ની દુ:ખદ ઘટનામા મૃત્યુ પામેલ સદગત્ ના આત્મા ને ખારવા સમાજ દ્વારા ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ
મોરબી ઝુલતા પુલ ની દુ:ખદ ઘટનામા મૃત્યુ પામેલ સદગત્ ના આત્મા ને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે, આજરોજ સાગરભુવન હોલ, ખારવાવાડ પોરબંદર ખાતે પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ/વાણોટ પવનભાઈ જીવાભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્બર ઓ, પોરબંદર પિલાણા એસો. ના પ્રમુખ કાન્તીભાઈ લોઢારી તથા કમીટી મેમ્બરઓ, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા, તથા આગેવાનો, વણાકબારા ખારવા સમાજ ના પ્રમુખ સંજયભાઈ લોઢારી તથા આગેવાનો, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, હરજીવનભાઈ કોટીયા, દિલીપભાઈ લોઢારી, સુનિલભાઈ ગોહેલ, રત્નાંકર શિક્ષણ શાળા સમિતી ના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ, સપ્લાર્યસ એસો. ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ, તથા કમીટી મેમ્બરઓ, ફ્રેશ ફીશ એસો. ના પ્રમુખ ભીખુભાઈ લોઢારી તથા કમીટી મેમ્બરઓ, બોટ એસો. ના માજી પ્રમુખઓ, જાદવજીભાઈ પોસ્તરીયા, નરશીભાઈ લોઢારી, ભરતભાઈ મોદી, નગરપાલીકા કાઉન્સીલર મનીષભાઈ શિયાળ, કિશોરભાઈ બરીદુન, બક્ષીપંચ મોરચા પોરબંદર શહેર ભાજપ ના પ્રમુખ જીતુભાઈ ભરાડા, સાગર શકિત સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રેમજીભાઈ પોસ્તરીયા તથા આગેવાનો, ફાઈબર ગૃપ ઓફ પોરબંદર અને બહોળી સંખ્યા મા ફીશરમેન ભાઈઓ સાથે મળી સાગરભુવન હોલ થી શાંત રેલી સ્વરૂપે માણેકચોક સુધી જઈ ત્યાં પૂ. મહાત્મા ગાંધીજી ની પ્રતિમા પાસે મીણબત્તીઓ પ્રગટાવી મોરબી પુલ દુર્ઘટના મા સદગત્ પામેલ આત્માઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવેલ. અને ઈશ્વર આ સદગત્ ના પરિવારો ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવાની શકિત અર્પે અને ભવિષ્ય મા આવી દુર્ઘટના પાછી ન થાય એવી સમગ્ર ખારવા સમાજ દ્વારા ઈશ્વર પાસે પ્રાર્થના કરવામા આવેલ.