પોરબંદર ના જાણીતા પબ્લિક સ્પીકર ને જયપુર , રાજસ્થાન ખાતે ૧૦૦ ઈન્સ્પિરેશનલ ગ્લોબલ એવોર્ડ થી સમ્માનિત કરયા


પોરબંદર ના એક નામાંકિત પબ્લિક સ્પીકર ઋષિકા હાથી ને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ની સિદ્ધિ મેળવી. તેણીને 8 મી માર્ચ 2021 ના ​​રોજ જયપુર ખાતે વિશ્વની સૌથી પ્રેરણાદાયી મહિલા તરીકે એવોર્ડ મળ્યો. આઈ કેન ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. વ્યવસાયે ઋષિકા બેન પબ્લિક સ્પીકર, લેખક, કોર્પોરેટ ટ્રેનર અને લાઇફ કોચ છે. તેને મળેલ સન્માન ખરેખર વખાણવા યોગ્ય છે. તે માને છે કંઈ જ અશક્ય નથી ફક્ત તમારું શ્રેષ્ઠ આપવું. તેઓ કહે છે કે હૃદયથી સાચા બનો અને લોકોને મદદ કરો. આથી પોરબંદર શહેર ના લોકો ખરેખર તેમના કામની પ્રશંસા કરે છે.
તેમણે અત્યાર સુધીમાં વિવિધ વિષયો પર ભારતભરમાં 70,000 + ઉપરાંત 1000+ કંપનીઓ મા તાલીમાર્થીઓને તાલીમ આપી છે .
તેમને ટ્રેનીંગ જગતમાં બહોળો અનુભવ હોવાથી તા: 08/03/2021 ના રોજ વિશ્વ મહિલા દિવસે જયપુર ખાતે કેબિનેટ મંત્રી બી. ડી. કલ્લાએ એવોર્ડ આપ્યો હતો. એવોર્ડ સેરેમની મા વિશ્વના વિવિધ દેશોની મહિલાઓ હતી. તેમાં થી આપણા પોરબંદર નું ગૌરવ ૠષિકા હાથી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઋષિકા હાથી હાલ મા પી.જી. અને યુ.જી. વિદ્યાર્થીઓ ના પ્રોફેસર છે.
તેઓ પોતે શેપિંગ સ્કિલ્સ ટ્રેનિંગ સંસ્થા ના સ્થાપક પણ છે જેમા પબ્લિક સ્પીકિંગ, ઇન્ટરવ્યૂ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ, સ્પોકન ઇંગ્લિશ, ક્રિએટિવિટી, સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરે માટેની તાલીમ પૂરી પાડે છે.
છેલ્લા 7 વષૅ થી તેઓ આ ટ્રેનીંગ જગતમાં બહોળો અનુભવ ધરાવતા હોવા થી તેમને ટ્રેઈનીંગ જગતમાં બેસ્ટ ટ્રેનર,બેસ્ટ કોર્પોરેટ ટ્રેનર પણ નો એવોર્ડ મેળવ્યો છે.
2019 મા તેઓ ટેડ સ્પીકર પણ રહેલા છે. તેઓ ના 2500+ લાઈવ વેબીનાર તથા સેમીનાર મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને ગુજરાત મા થઈ ચૂક્યા છે.
આ સિદ્ધિ બદલ તેમના પિતા જતીન ભાઈ હાથી , પ્રકાશભાઈ હાથી, અર્જુન હાથી તેમને બિરદાવે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!