સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત આયોજિત કડીવાર મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલના સહયોગથી રાજકોટ ના સહયોગ થી માઉન્ટેન મસ્જિદ હોલ રાજકોટ ખાતે સંપૂર્ણ વિના મૂલ્યે સર્વ સમાજ માટે મેડિકલ કેમ્પ યોજાયો


તારીખ :-14:3:2021

સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત આયોજિત કડીવાર મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલના સહયોગથી રાજકોટ ના સહયોગ થી માઉન્ટેન મસ્જિદ હોલ રાજકોટ ખાતે સંપૂર્ણ વિના મૂલ્યે સર્વ સમાજ માટે મેડિકલ કેમ્પ યોજાયો
આ કેમ્પ માં તમામ જટિલ રોગ ના નિષ્ણાંત તબીબો ડો મયુર શુક્લ જનરલ સર્જન ડો રાજન કામદાર બાળ રોગ નિષ્ણાંત ડો ધવલ અજમેરા ડો મોહસીન લુલાણીયા ડો ઉમંગ શુકલા ડો મતીન લાખાણી ડો મોઇન પટ્ટણી ડો બિપીન કાનાણી ડો મુસ્તાક કાદરી ડો અબ્દુલ લકાદીર જાદવ ડો સમિલ ચૌહાણ ડો અવેશ ચૌહાણ સહિત, રાજકોટ ઇમરાન ભાઈ મોગલ MR અને મેડિકલ સ્ટાફ ની સુંદર સેવા સાથે ગુજરાત સિપાઈ ટ્રસ્ટ ગુજરાત ના ટ્રસ્ટીઓ કાર્યકરોએ સાથે સ્થાનિક યુવાનો ના સંકલન થી સંપૂર્ણ વિના મૂલ્યે ડો આર. જે. કડીવાર મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ ના ડાયરેકટર સંપૂર્ણ દવા ઓ પણ મફત આપવા માં આવેલ આ કેમ્પ ને સફળ બનાવતા અગ્રણી આસીફભાઈ સિપાઈ.મુસર્રફભાઈ મોગલ.ઇરફાનભાઈ મોગલ. પરવેજભાઈ કુરેશી.હુસૈનભાઈ શેખ.હનીફભાઈ મોગલ.સહિત અનેકો સ્થાનિક યુવાનોએ તેમજ સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત ના અલગ અલગ ગામોથી પધારેલા કાર્યકરોએ ખડેપગે સેવા આપી હતી,ગરીબ મજૂર વર્ગ તેમજ જરૂરત મંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ આ કેમ્પ માં જટિલ રોગ અને અતિ મોંઘી તપાસ સારવાર અતિ અદ્યતન ટેક્નિસેવી તબીબો મારફતે સંપૂર્ણ ફ્રી, સાથે દવાઓ પણ ફ્રી આપી માનવતા નું ઉમદા ઉદરણ પૂરું પાડ્યું હતું, આ લોક સેવાના હેતુ થી કરવામાં આવેલ મેડીકલ કેમ્પ માં શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માંથી આવેલ જરૂરિયાત મંદ દર્દીઓ લાભ મેળવ્યો હતો સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત ના અલગ અલગ ગામથી આવેલ કાર્યકરો ના સંકલન થી ભવ્ય રીતે આ મેડિકલ કેમ્પ સપન્ન થયો હતો,ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન થી ફરજીયાત માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ સેનીટાઇઝ જેવી બાબતો ના ચુસ્ત પાલન સાથે રાજકોટ શહેર માં તા૧૪/૩/૨૧ ના રોજ સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧૨-૦૦ કલાક સુધી આ મેડીકલ કેમ્પ યોજાયો હતો અને લગભગ 200 દર્દીઓ એ આમાં લાભ લીધો હતો.તેવી યાદી પોરબંદર થી ટ્સ્ટના પમુખ ડો.અવેશ.એ.ચોહાણ અને ઇસ્માઇલખાન શેરવાની એ યાદી પાઠવેલ છે

 

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!