સાગરપુત્રોમા વૈચારીક ક્રાંતિ લાવનાર સ્વાધ્યાય પરિવારના મહાદેવભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી (દાદાજી) ના શ્રીમદ્દ ભગવદ્દ ગીતાજી પ્રેરીત સ્વાધ્યાય પરિવારનાં વિચારો દ્વારા ઓખા થી ગોવા સુધીના સાગરપુત્રોમા વૈચારીક ક્રાંતિ લાવી તેમનુ જીવન પરિવર્તન કરી, માનવ્ય ખીલવવામા નિમિત્ત બની કાર્ય કરનાર એવા વ્રતનિષ્ઠ, કર્મનિષ્ઠ, કૃતિશીલ એવા શ્રી મહાદેવભાઈ રામાભાઈ માંગેલા તા. ૨૨.૦૧.૨૦૨૪ ના રોજ પ્રભુચરણ પામેલા હતા. આ મહાનુભાવે આજથી ૪૦ વર્ષ પહેલા જ્યારે ખારવા સમાજની આર્થિક તેમજ સામાજીક પરિસ્થિતી સારી નહોતી ત્યારે સ્વાધ્યાયી લોકોને લઈને ખારવા સમાજના ઘરે-ઘરે અને ગલીએ-ગલીએ ફરી વેદ-ઉપનિષદના ગીતાજી ના વિચારોથી ખારવાવાડ ને ગુંજતુ કર્યુ, લોકો ગીતાજી ના શ્લોકો બોલવા લાગ્યા. મહાદેવભાઈ એ ખારવા સમાજને સાચા અર્થમા પ.પૂ. દાદાજીના સાગરપુત્રો બનાવ્યા.
પ.પૂ. દાદાજીના આ વર્તનિષ્ઠ કાર્યકરને આજરોજ તા. ૨૮.૦૧.૨૦૨૪ રવિવારના રોજ શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ તરફથી ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવેલ. જેમા ખારવા સમાજના વાણોટશ્રી પવનભાઈ શિયાળ તેમજ પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બરઓ, પોરબંદર માછીમાર પિલાણા એસો. ના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બરઓ, માંગરોળ સમાજના પટેલ પરષોત્તમભાઈ ખોરાવા તેમજ આગેવાનઓ, અને પોરબંદર સ્વાધ્યાય પરિવારના ભાઈઓ-બહેનો ઉપસ્થિત હતા.
શ્રીમદ ભગવદ્દગીતા ના ૧૨ મા અને ૧૫ મા અધ્યાયનુ પવિત્ર પારાયણ કરી, બે મીનીટ નુ મૌન રાખી, વાણોટ પવનભાઈ દ્વારા મહાદેવભાઈ એ ખારવા સમાજ માટે કરેલ સુગંધીત કાર્યોનુ વર્ણન કરી, આ કર્મનિષ્ઠ મહાનુભાવને સર્વે એ ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરેલ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!