આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ માં સ્વતંત્ર દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી “ જીલ્લા ભાજપ કાર્યાલય “ માં ભવ્ય ડાન્સ કોમ્પીટીશન નું આયોજન કરાયું
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ માં સ્વતંત્ર દિવસ નિમિતે
આજરોજ ભારતીય જનતા પાર્ટી “ જીલ્લા ભાજપ કાર્યાલય પોરબંદર “ માં ભવ્ય ડાન્સ કોમ્પીટીસન નું આયોજન કરેલ હતું, જેમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, જેમને નિહાળવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા. બાળકોને ડાન્સ કરતાં જોઈ વાલીઓએ ખુશી નો આનંદ માણેલો હતો, કાર્યક્રમનાં અંતે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા તથા જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા એ તમામ બાળકોને પ્રોત્સાહિત કરી અને જેમાં ભાગ લીધેલ ચમ મેમોરીયમ સ્કુલ, ચાણક્ય સ્કુલ તેમજ વ્રુંદાવન ડાન્સ કલાસીસ ના તમામ બાળકોને ભારતીય જનતા પાર્ટીના પ્રમાણપત્ર આપેલ, તથા દરેક ડાન્સ કોમ્પીટીસનના તમામ ભાગ લેનાર સ્કુલને શીલ્ડ અને પ્રમાણપત્ર આપેલ હતા. જેમાં ઉપસ્થીત માનનીય ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ કારોબારી સભ્ય પીન્ટુભાઈ ભાદ્રેચા, જીલ્લા યુવા પ્રમુખ લક્કીરાજસિહ વાળા, જીલ્લા ઉપપ્રમુખ ક્રિષ્નાબેન રાણીંગા, જીલ્લા કિશાન પ્રમુખ ભીમભાઈ ઓડેદરા, કેશુભાઈ પરમાર, કૃનાલભાઈ રજવાડી, શૈલેશભાઈ ઓડેદરા ઉપસ્થીત રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમને જેમાં આશરે ૭૦૦ ની સંખ્યાને વ્યવસ્થા અને આ કાર્યક્રમને સફળ બનાવવા પીન્ટુભાઈ ભાદ્રેચા, વૃંદાવન ડાન્સ કલાસીસ ના રામભાઈ કારાવદરા, રાજભાઈ જોશી, વિશાલભાઈ ચાવડા, લાલજીભાઈ પાંજરી, પીનાક્ભાઈ વાળા, ધર્મેશભાઈ જોશી, હરિભાઈ તાવડી આ કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી.