જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક સંપન્ન

-જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 2.0 માં વિજેતા થનાર યોગાસન એઠ્લીટ રાજ્ય સ્તરની ખેલ મહાકુંભ સ્પર્ધામાં પોરબંદર નું કરશે પ્રતિનિધિત્વ.
-યોગાસન બ્લોકની વિશેષ મુલાકાત લેતા પોરબંદર સાંસદ રમેશ ધડુક કલેકટર કે. ડી .લાખાણી ,એસપી ભગીરથ સિંહ જાડેજા સહિતના લોકોએ પોરબંદરના યોગ વીરોનું પ્રદર્શન જોઈ થયા મંત્ર મુગ્ધ.
ખેલ મહાકુંભ ૨.૦ ખેલગાવ ગોરસર ખાતે યોજાયેલ જીલ્લા કક્ષા ની યોગાસન સ્પર્ધા માં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ના માર્ગદર્શનમાં પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ની મહત્વની સેવા તેમજ યોગવિરોના પ્રદર્શન માટે સાંસદ રમેશ ધડુક ,નગર સેવા સદન પોરબંદર છાંયા ના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,જિલ્લા કલેકટર કે. ડી.લાખાણી ,એસ.પી ભગીરથસિંહ જાડેજા સહિતનાઓએ પાઠવી શુભેચ્છાઓ.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન કક્ષા, જીલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા (ટીમ રમત) માટેનું આયોજન કરવામાં આવેલ હતું.
ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત તાલુકાકક્ષાએથી આવતી તમામ સ્પર્ધાઓ જીલ્લાકક્ષાએ એક જ સ્થળે, એક જ દિવસે, એક જ સમયે અને એકી સાથે યોજાય તેવા આશય અને નવા અભિગમ સાથે ખેલમહાકુંભ ૨.૦ ને અલગ અને આકર્ષક રીતે એક અનોખી રમત ઉજવણી કરવામાં આવેલ હતી.. જેમાં એથલેટીક્સ, ખો-ખો, વોલીબોલ, શુટિંગ બોલ, કબડ્ડી, રસ્સાખેંચ અને યોગાસન એમ સાત રમતોની સ્પર્ધાનું આયોજન ક્રીંડાગણ મેદાન, ગોરસર, આપતકાલીન સેન્ટર, પોરબંદર-માંગરોળ કોસ્ટલ હાઇવે, મામા પાગલ આશ્રમની બાજુમાં, ગોરસર, પોરબંદર ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા જિલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનિષ જીલડિયા ના સીધા માર્ગદર્શન માં પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ના કોર્ડીનેટર કેતન કોટિયાના કુશળ નેતૃત્વ માં યોજાયેલ આ સ્પર્ધા માટે સ્પર્ધા વિશેનું સંપૂર્ણ ટેકનીકલ ગાઇડન્સ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન સેક્રેટરી ઉમંગ ડોન દ્વારા આપી સ્પર્ધાને સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ .
આ “ખેલ મહાકુંભ ૨.૦” ખેલગાવ ગોરસર ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં નીચે મુજબના મહાનુભાવોએ પ્રેરક ઉપસ્થિતિ આપી હતી.
માન. સાંસદશ્રી, પોરબંદર, શ્રી રમેશભાઈ ધડુક
માન. જીલ્લા કલેકટરશ્રી, પોરબંદર, શ્રી કે. ડી. લાખાણી
માન. પ્રમુખશ્રી, જીલ્લા પંચાયત, પોરબંદર, શ્રી પરબતભાઈ પરમાર
માન. જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, પોરબંદર, શ્રી ભગીરથસિંહ જાડેજા
માન. પ્રમુખશ્રી, પોરબંદર-છાયાં નગરપાલિકા, શ્રીમતી ચેતનાબેન તિવારી
માન. મહંતશ્રી, મામા પાગલ આશ્રમ, ગોરસર, શ્રી વણઘા ભગત
માન. સરપંચશ્રી, ગોરસર-મોચા, શ્રી વિક્રમભાઈ પરમાર
માન. પ્રમુખશ્રી, ઘેડ સામાજિક વિકાસ સમિતિ, શ્રી લીલાભાઈ પરમાર
માન. જીલ્લા રમત ગમત અધિકારીશ્રી, પોરબંદર શ્રીમતી પ્રવિણાબેન પાંડવદરા
શક્તિનું પ્રતિક એવી હનુમાનજીની ગદાનું મહાનુભાવોના હસ્તે સ્થાપન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, પોરબંદર, ડૉ. મનીષકુમાર જીલડીયા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પધારેલ મહેમાનોને આવકાર્યા હતા તેમજ ખેલ મહાકુંભ ૨.૦ મોમેન્ટો અર્પણ કરી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ હતું. માન. પ્રમુખશ્રી, પોરબંદર-છાયાં નગરપાલિકા, શ્રીમતી ચેતનાબેન તિવારી, માન. પ્રમુખશ્રી, જીલ્લા પંચાયત, પોરબંદર, શ્રી પરબતભાઈ પરમાર, માન. જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, પોરબંદર, શ્રી ભગીરથસિંહ જાડેજા તેમજ માન. જીલ્લા કલેકટરશ્રી, પોરબંદર, શ્રી કે. ડી. લાખાણી દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ પ્રેરક ઉદબોધન અને પ્રેરણાદાયી પ્રવચન આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ જીવનમાં રમત ગમતનું મહત્વ સમજાવી રમત ગમતની જીવન પર થતી સકારાત્મક અસર વિષે માર્ગદર્શન આપ્યું હતું.
“રમશે પોરબંદર – જીતશે ગુજરાત”ના સુત્રોચાર સાથે જીલ્લા કક્ષાની સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવેલ હતી જેમાં અંદાજે ૨,૦૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. તમામ મહાનુભાવો, ઓફિસિયલ્સ તેમજ ખેલાડીઓ માટે પીવાના પાણી, એનર્જી ડ્રીંક અને ભોજનની વ્યવસ્થા રમત સ્થળ ઉપર જ કરવામાં આવેલ હતી.
સ્પર્ધાઓ પૂર્ણ થયે મેડલ સેરેમનીનું તેમજ સમાપન સમારોહનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિજેતા થયેલ ખેલાડીઓ આગામી યોજનાર રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ૨.o પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે તેઓને મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.
આ સ્પર્ધાઓ અંતર્ગત યોગાસન સ્પર્ધાઓનું વિશેષ આકર્ષણ રહેલ જેમાં ત્રણ અલગ અલગ પ્રકારની યોગાસન સ્પર્ધામાં વ્યક્તિગત યોગાસન,રિધેમિક યોગાસન અંને આર્ટિસ્તિક યોગાસન સ્પર્ધાઓ યોજાયેલ . યોગાસન બ્લોક ની વિશેષ મુલાકાત લેતા મહાનુભાવો પોરબંદર સાંસદ રમેશ ધડુક,નગર સેવા સદન ના પ્રમુખ ડો ચેતનાબેન તિવારી,જિલ્લા કલેકટર કે ડી.લાખાણી,એ.સપી. ભગીરથસિંહ જાડેજા વગેરે યોગવિરો નું પ્રદર્શન જોઈ મંત્ર મુગ્ધ થયા હતા તમામ સ્પર્ધકો, વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, કુશળ આયોજન માટે ડો.મનિષ જિલડિયા અને પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન પ્રોત્સાહિત કરેલ
આ યોગાસન સ્પર્ધા નિર્વિવાદીત રીતે તથા કોઈ પણ જાતના આકસ્મિક સંજોગો વગર પૂર્ણ થયેલ છે. આ સ્પર્ધામાં ચીફ જજ તરીકે દિવ્યેશ કુમાર તથા અન્ય જજ પેનલ માં યોગ નિષ્ણાતો કેતન કોટિયા,જીવાભાઈ ખૂંટી,મહેશ મોતિવરસ,અંજલિ ગંધ્રોકિયા,ક્રિષ્ના મહેતા,સુનિલ ડાકી, લખન કુમાર ની નિષ્પક્ષ સેવા પ્રાપ્ત થયેલ જે માટે તમામ ઓફિષ્યાલ પેનલ તેમજ આ સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓને જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ડૉ. મનીષકુમાર જીલડીયા ,જિલ્લા રમગમત અધિકારી શ્રીમતી પ્રવિણાબેન પાંડાવદરા પોરબંદર સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશન કોર્ડીનેટર કેતન કોટિયા ,ગુજરાત સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશન ના સેક્રેટરી ઉમંગ ડોન અભિનંદન પાઠવેલ તથા તમામ મહાનુભાવો, મહેમાનો, ટેકનીકલ ઓફિસિયલ્સ, ખેલાડીઓ, કોચ, મેનેજર તથા તમામ રમત પરિવાર અને મેડીકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ સહીત નગરપાલિકા સ્ટાફનો આ કાર્યક્રમને સફળ અને ભવ્ય બનાવવામાં સહભાગી થવા તેમજ પોરબંદર સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશન ની શ્રેષ્ઠ સેવા તેમજ તેમના તમામ ઓફિષ્યલ ટીમ ની નિષ્પક્ષ નિર્ણય બદલ જીલ્લા રમત વિકાસ અધિકારી, પોરબંદર ડૉ. મનીષકુમાર જીલડીયા એહૃદયપૂર્વક આભાર પ્રગટ કરેલ હતો.
*યોગાસન*
_વ્યક્તિગત યોગાસન_
*
U-14
બેહનો ભાઇઓ
1) ખુશી ઠકરાર 1) મન ચુડાસમા
2) શ્વેતા હિંડોચા 2) દિવ્યેશ પરમાર
3) હેતલ મોકરીયા 3) શ્યામલ સૌમરીયા
U-17
બેહનો ભાઇઓ
1) ચાંદની ટુકડીયા 1) વિજય ભૂવા
2) કિંજલ શિયાણી 2) ગૌતમ કુછડીયા
3) જાગૃતિ પરમાર 3) મીત વાજા
ઓપન એજ ગ્રુપ
બેહનો ભાઇઓ
1) માનસી નારાણકા 1) સુનિલ કડછા
2) આશા શિયાણી 2) રાજ દુબલ
3) આરતી શિયાણી
_આર્ટિસ્ટિક યોગાસન_
U-14
બેહનો ભાઇઓ
1) ખુશી ઠકરાર 1) ખૂંટી દેવાંગ
2) પ્રિન્સી જેઠવા 2) શ્યામલ સૌમરીયા
3)શ્વેતા હિંડોચા
U- 17
બેહનો ભાઇઓ
1) શિયાણી કોમલ 1) ભૂવા વિજય
2) કિંજલ 2) વાજા મીત
ઓપન એજ ગ્રુપ
બેહનો ભાઇઓ
1) ટુકડીયા પૂજા 1) સુનિલ કડછા
2) નારાણકા માનસી 2) મકવાણા અલ્પેશ
3) શિયાણી આશા
_રીધેમિક યોગાસન_
U-14
બેહનો ભાઇઓ
1) અંજલિ લગધીર 1)મન ચુડાસમા
2) જોશી ભૂમિ 2) મોઢવાડિયા દેવ
3) મોકરીયા હેતલ 3) દિવ્યેશ પરમાર
U- 17
બેહનો ભાઇઓ
1) ટુકડીયા ચાંદની 1) પોરિયા સંજય
2) મોકરીયા તેજલ
3) પરમાર જાગૃતિ
ઓપન એજ ગ્રુપ
બેહનો ભાઇઓ
1) શિયાણી આશા 1) રાજ દુબલ
