03, 10 અને 17 ઓગસ્ટની પોરબંદર-કોચુવેલી ટ્રેન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી જશે
03, 10 અને 17 ઓગસ્ટની પોરબંદર-કોચુવેલી ટ્રેન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી જશે

દક્ષિણ રેલ્વેના કોચુવેલી રેલ્વે સ્ટેશન યાર્ડ ખાતે પીટ લાઇનની જાળવણી અને સમારકામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ટ્રેન નંબર 20910 પોરબંદર – કોચુવેલી એક્સપ્રેસ 03.08.2023, 10.08.2023 અને 17.08.2023 ના રોજ શરૂ થનારી એર્નાકુલમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે ઉપરોક્ત દિવસોમાં ચાલતી ટ્રેન પોરબંદરથી એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી દોડશે અને કોચુવેલી સ્ટેશને જશે નહીં. આમ આ ટ્રેન એર્નાકુલમ અને કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ કારણોસર ટ્રેન નંબર 20909 કોચુવેલી – પોરબંદર એક્સપ્રેસ 06.08.2023, 13.08.2023 અને 20.08.2023 ના રોજ શરૂ થતી કોચુવેલી સ્ટેશનને બદલે એર્નાકુલમ જંક્શન સ્ટેશનથી ઉપડશે અને કોચુવેલી – એર્નાકુલમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
તેમ માશૂક અહમદ
(વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ)એ અખબારી યાદીમાં જણાવ્યું છે
