ભાવસિંહજી હાઇસ્કૂલ પોરબંદરનું ગૌરવ વારા વૈભવી

” સરકારી શાળા શ્રેષ્ઠ શાળા ”

નેશનલ સાયન્સ ડે – 2024 અંતર્ગત ” ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી ” દ્વારા આયોજિત સ્કોલરશીપ પરીક્ષા સમગ્ર ગુજરાત રાજયના જિલ્લા મથકે દર વર્ષે આયોજિત થાય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સાયન્સ વિભાગના વિધાર્થીઓ સહભાગી થાય છે. જેમાં પોરબંદર જિલ્લામાંથી પણ સાયન્સમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ પણ ભાગ લીધેલ જેમાં સરકારી ભાવસિંહજી હાઇસ્કૂલ ખાતે સાયન્સ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વારા વૈભવી જગદીશભાઈ સમગ્ર ગુજરાતમાં માત્ર 165 વિધાર્થીઓ પસંદગી પામ્યા છે જેમાં પોરબંદર જિલ્લામાંથી એક માત્ર વિદ્યાર્થીની તરીકે પસંદગી પામી સમગ્ર જિલ્લા અને શાળા અને પરિવારનું ગૌરવ વધારેલ છે. આ સફળતા બદલ શાળા પરિવાર વતી નમ્રતાબા વાઘેલા તેમજ સમગ્ર સ્ટાફ વતી તેઓને ખૂબ ખૂબ અભિનંદન તેમજ ભવિષ્યમાં પણ ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!