વૈવિધ્યતા ધરાવતું સુંદર કલા પ્રદર્શન ૧૭ ચિત્રકારોની કલા દર્શાવતો ગ્રુપ શો યોજાયો
કલા નું સર્જન હદય ના ઊંડાણ થી ઉદભવતી પ્રેરણા ના સ્રોત સ્વરૂપનું પરિણામ હોય છે. અગાઉના જન્મોના સંસ્કાર, કલાની સમજ તથા કલ્પના શક્તિ દ્વારા નવસર્જન પામતી કલા સુંદર પરિણામ લાવે છે. કલાસર્જન જ પરમાત્મા ની આરાધના છે.
ધ આર્ટ ગેલેરી અમદાવાદ ની ગુફા ખાતે ૧૭ ચિત્રકારો નો વિવિધ કલા દર્શાવતો ગ્રુપ શો યોજવામાં આવ્યો

જેમાં Realistic આર્ટ , ક્રિએટિવ આર્ટ, abstract, સેમિ abstract, પ્રાકૃતિક ચિત્રો , સ્કલ્પ્ચર, પિચવાઈ કલા, જેવી વિવિધ કલા દર્શાવી,ઓઇલ પેઇન્ટિંગ , એક્રેલિક પેઇન્ટિંગ, વોટર્કલર, નેચરલ કલર તથા રેજીંગ માં થ્રી ડી કલા સર્જન જોવા મળ્યા.
આ પ્રદર્શન માં વિનય પંડ્યા, વિનીશા રૂપારેલ, વૈશાલી ભાવસાર, યામિની ગજ્જર,ભૂમિ સોની,બીના દલાલ, બિરવા શાહ , Dr બીજલ પટેલ , ચંચલ સોની, ધર્મિષ્ઠા સુથાર,ફલક અંતાણી, મહેન્દ્ર ચૌહાણ, માનસી ભાવસાર, નિધિ ગોહેલ,સીમા શર્મા, સાહિદ અંસારી, શરદ પંચાલ, પોતાની આગવી શૈલી માં કલાકૃતિ ઓ રજૂ કરી હતી.
આ પ્રદર્શન પ્રસિદ્ધ ચિત્રકાર તથા આર્કિટેક સુરેન્દ્ર પટેલ (વિશાલા ફાઉન્ડર) તથા આઈ પી એસ અજય ચૌધરી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લુ મુકાયું હતું.
