વિઝા કન્સલ્ટીંગ કૌભાંડમાં રાજ્યભરમાં સીઆઇડી દ્વારા રેડ : 5 એજન્ટો સામે ફરિયાદ

અમદાવાદ, : વિઝા કન્સલ્ટીંગ કૌભાંડમાં રાજ્યભરમાં સીઆઇડી દ્વારા રેડ કરવામાં આવી રહી છે જેમાં વધુ એક વિઝા કન્સલ્ટીંગના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં વિઝા કન્સલ્ટીંગના માલિક સહિત 5 એજન્ટો સામે ફરિયાદ થઇ છે.

મળતી માહિતી અનુસાર સાણંદના એજન્ટ અનિલ મિશ્રા પાસેથી વારાણસીની મહાત્મા ગાંધી કાશી વિશ્વવિદ્યાપીઠનું સર્ટી બનાવવા અલગ અલગ ભાવ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે તેમજ આરોપ દીપક પટેલ અને સ્નેહલ પટેલ દ્વારા રૂપિયા 60 હજારથી 1.25 લાખ મેળવી લેતા જેમાં કેસ પેટે રૂ. 10 હજાર લઇને બાકીના એજન્ટ અમરેન્દ્ર પુરી તથા નીરવ મહેતા અને અનિલ મિશ્રાને આંગડીયા મારફતે મોકલી આપતા હોવાનું આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે.એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા અને આઉટ સોર્સ નામની ઓફિસ ખોલી હતી. આરોપીઓએ અલગ અલગ યુનિવર્સિટીના સર્ટીફિકેટ બનાવ્યા હતા. ઉપરાંત તેમની ઓફિસમાંથી એક્સપિરીયન્સ લેટર તથા બનાવટી માર્કશીટ પણ મળી આવી હતી. એજન્ટોએ દિલ્હીની મોંડ યુનિવર્સિટી, છત્તીગઢની પં.રવિશંકર શુક્લા વિદ્યાલય, હૈદરાબાદની ઓસમાનીયા યુનિવર્સિટી એમ અલગ અલગ યુનિવર્સિટીના સર્ટી નીરવ મહેતા નામના શખ્સ પાસે બનાવડાવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!