પોરબંદર 108 ઈમરજન્સી સેવા પ્રમાણિકતાનું પ્રમાણ
જ્યારે પણ આપણે પ્રામાણિકતા શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખરેખર કોઈ પણ વ્યક્તિ હોય એકવાર તો તેના મનમાં પ્રામાણિકતા લહેર દોડી જાય છે.
પોરબંદરમાં 108 ઈમરજન્સી સેવા છેલ્લા 15 વર્ષથી પોરબંદર જિલ્લાના લોકો માટે જીવન સંજીવની બની છે 108 ઈમરજન્સી સેવા માનવ જીવન બચાવવા માટે હંમેશા તત્પર અને તૈયાર રહે છે પોરબંદર 108 ઈમરજન્સી સેવા જેમ લોકોનો જીવ બચાવવા માટે હંમેશા ખડે પગે રહે છે તેમ પોરબંદર 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પ્રમાણિકતા બતાવવામાં પાછળ પડતી નથી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો આજરોજ સાંજના 7.29 સમય આજુબાજુ એક 2 વ્હીલર સ્લીપ થયેલ અકસ્માત નો કેસ મળતા 108 સેવાના ફરજ પરના સ્ટાફ ગણતરી ની મિનિટો માં જ સ્થળ પર પહોંચી ગયો હતો. જેમાં પોરબંદર 108 ઈમરજન્સી સેવાના ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન ચિંતનભાઈ મકવાણા તેમજ પાઈલોટ ધર્મેશભાઈ સોલંકી બંને કર્મચારી મિત્રો જ્યારે રોડ અકસ્માત નો કેસ લેવા ગયા હતા ત્યારે પેશન્ટ અર્ધજાગૃત હાલતમાં હતુ. તેની પાસે રોકડ રૂપીયા 30000/- અને એક કીપેડ મોબાઈલ હતો ત્યારબાદ ઇએમટી ચિંતનભાઈ અને પાયલોટ ધર્મેશભાઈએ હોસ્પિટલ પહોચી.દર્દીના સગાને બોલાવી અને તેમનો મોબાઈલ અને રોકડ રકમ પરત કરેલ હતા. આમ પોરબંદર 108 ઇમરજન્સી સેવા એ તે સમયે પોતાની બુદ્ધિ શક્તિ ક્ષમતા અને પ્રમાણિકતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ તે પેશન્ટ ના સગાના નંબર શોધી તેને ફોન કરી તેમને પરત આપેલ હતું જ્યારે પોરબંદર 108 ઈમરજન્સી સેવાએ આ વ્યક્તિને તેના પૈસા અને મોબાઈલ પરત કરવામાં આવ્યો ત્યારે તેઓએ 108 ઈમરજન્સી સેવાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ખરેખરમાં 108 ઈમરજન્સી સેવા ગુજરાતના લોકો અને પોરબંદરના લોકો માટે આશીર્વાદરૂપ સેવા છે આ અંગેની માહિતી પોરબંદર 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ જિલ્લાના સુપરવાઇઝર જયેશભાઈ જેઠવા એ આપી હતી