જુનાગઢ ખાતે “મહા શિવરાત્રિ” મેળામાં માટે પોરબંદર એસ. ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન
જુનાગઢ ખાતે યોજાનાર “મહા શિવરાત્રિ” મેળા માં જવા અને આવવા માટે પોરબંદર એસ. ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે.
તા. 04/03/2024 થી તા.09/03/2024 દરમ્યાન આ એક્સ્ટ્રા બસો પોરબંદર,દ્વારકા તેમજ રાણાવાવ અને કુતિયાણા થી જુનાગઢ જવા – આવવા માટે કુલ 22 બસોથી રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવનાર છે.
આ તકે વધુ માં વધુ મુસાફર જનતા ને આ બસ સેવાનો લાભ લેવા તેમજ બસ સ્ટેન્ડ તથા બસ માં સ્વરછતા જાળવવા ડેપો મેનજર પી.બી. મકવાણા દ્વારા નમ્ર અપિલ કરવામા આવી છે.
Please follow and like us: