રાજ્યસભા માટે ભાજપના દિનેશ પ્રજાપતિ અને રામ મોકરિયા ના નામ જાહેર
રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 ઉમેદવારો દિનેશ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયા ના નામ જાહેર કરવામાં આવ્યા છે હવે કોંગ્રેસ પાર્ટી રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરશે કે કેમ? સૂત્રોની માનીએ તો હાલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ખાલી રહેલી 2 બેઠકો માટે ઉમેદવાર ઉતારશે નહીં. જો કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે તો ભાજપના બન્ને ઉમેદવારો બિનહરીફ જાહેર થશે.
દિનેશ પ્રજાપતિનો કોણ છે જાણો
મુળ અનાવાડીયાના દિનેશ પ્રજાપતિનો જન્મ 28/07/1962ના રોજ થયો હતો. તે ભાજપના કન્વીનર, જિલ્લા ભાજપના મહામંત્રી, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કોષાધ્યક્ષ, બનાસકાંઠા યુવા ભાજપના પ્રમુખ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તેમજ બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપમાં પ્રમુખ તરીકે કાર્યરત છે.
રામ મોકરિયા
ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેક માટે રામ મોકરિયાનું નામ જાહેર કર્યું છે. રામ મોકરિયા વેપારી છે. તેમને સારો અનુભવ હોવાથી પાર્ટીને તેમના કારણે ઘણો ફાયદો મળી શકે છે, રામ મોકરિયા ABVP કાર્યકર્તા છે. તેઓ મૂળ પોરબંદરના ભડ ગામ ના નિવાસી છે. તેઓ હાલ રાજકોટમાં છે. તે મારુતિ કુરિયરના મલિક છે અને 1976માં abvp અને 1978 માં જનસંઘ થી લઈ ને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે.તેઓ 1989 થી 1995 સુધી પોરબંદર નગરપાલિકા માં ભાજપ ના કાઉન્સીલર રહી ચૂકેલ છે.1990 થી 1992 સુધી ભાજપ સંગઠન મંત્રી રહી ચૂકેલ છે ઉપરાંત 1992 થી 1994 દરમ્યાન પોરબંદર શહેર ભાજપ ઉપપ્રમુખ રહી ચૂકેલ છે 2005 થી બે ટર્મ સુધી ગુજરાત ભાજપ ના કારોબારી સદસ્ય રહી ચૂકેલ છે .