પોરબંદરના પાતા અને બળેજથી ગેરકાયદે ખનન કાર્યને પકડતું જિલ્લા તંત્ર

પ્રાંત અધિકારી દ્વારા શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરાઇ

પોરબંદર તા.6, પોરબંદરની દરીયાઇપટ્ટી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજથી સમૃદ્ધ હોય, આવા ખનીજનુ ગેરકાયદેસર ખનન તથા ખનીજની હેરફેરને અટકાવવા કલેકટરના માર્ગદર્શનમાં પોરબંદર પ્રાંત અધિકારી, મામલતદાર તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી અવારનવાર હાથ ધરવામાં આવતી હોય છે.
પ્રાંત અધિકારી પોરબંદર તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય)ની ટીમ દ્વારા સંયુક્ત રીતે તા.૦૨ માર્ચના રોજ પોરબંદરના પાતા ખાતે તથા તા.૦૩ માર્ચના રોજ બળેજના સીમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી આવી છે. જેમાં સરકારી ખરાબામાં તદન ગેરકાયદેસર ચાલતા સ્થળ ઉપર દરોડા પાડતા પાતા ખાતેથી કુલ-૨ ટ્રેકટર તથા કુલ-૧ લોડર, મળીને અંદાજે ૧૮ થી ૨૫ લાખનો મુદામાલ તથા બળેજ ખાતેથી પથ્થર કટીંગ ચકરડી મશીન-૩ તથા જનરેટર-૧ મળી અંદાજિત -૭ થી ૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં જમાં કરાવેલ છે. તથા આગળની ધોરણસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ ખાતાને જાણ કરી છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ કરાશે તેમ નાયબ કલેકટર પોરબંદરની યાદીમાં જણાવાયું છે

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!