સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા રાજકોટ ખાતે બીજી વખત યોજાયો ઓપન ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ

*2 કિકેટ ગ્રાઉન્ડ પર 2 દિવસ અને રાત્રી રમાયુ કિકેટ ટુર્નામેન્ટ*
*પોરબંદર સહીત ગુજરાત ભરમાંથી સિપાઈ સમાજની ૩૩ ટીમોએ ઉત્સાહ ભેર લીધો ભાગ : ફાઈનલ મેચ જામનગર સિપાઈ ઈલેવન અને ટાઈટન ઈલેવન રાજકોટ વચ્ચે યોજાઈ*
રાજકોટ નજીક આવેલ રતનપર ગામ માં રુદ્રશકિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ભરના સિપાઈ સમાજ ના ખેલાડીઓ માટે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓને અને મહેમાનોની રહેવા ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શનિવાર દિવસ અને રાત્રે અને રવિવારે દિવસે યોજાયેલ ટેનિસ બોલ નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં પોરબંદર,સહીત રાજકોટ, ભાવનગર,સુરેન્દ્રનગર, જામનગર,શિહોર, પાલીતાણા,ગારિયાધાર, વઢવાણ,જસદણ,જેતપુર, સાળંગપુર,જેનાબાદ,મોડાસા, અમરેલી,ગોંડલ,વઢવાણ, રાણપુર,વિરમગામ, સાવરકુંડલા,અને વલ્લભીપુર સહિતના ગામોની ટીમોએ ઉત્સાહ અને ખેલદિલી પૂર્વક ભાગ લીધો હતો.જેમાં શનિવારે દિવસ રાત્રી દરમિયાન ૨૫ મેચ યોજાઈ હતી જ્યારે ૭ મેચ રવિવારે યોજાઈ હતી. શરૂઆત થી અંત સુધી તમામ મેચો રસપ્રદ રહી હતી અને અંતે જામનગર સિપાઈ ઈલેવન જામનગર અને ટાઈટન ઈલેવન રાજકોટ વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી. જેમાં જામનગર સિપાઈ ઈલેવન વિજેતા થઈ હતી. જ્યારે રનર્સ અપ તરીકે ટાઈટન ઈલેવન રાજકોટ રહી હતી. રમાયેલ તમામ ૩૨ મેચો માં તમામ મેચોમાં મેન ઓફ ધ મેચ ખેલાડીને ટ્રોફી, સમગ્ર મેચ માં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન ખેલાડી ને પણ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ તકે સૌરાષ્ટ્ર ભરના સિપાઈ સમાજના અગ્રણીઓ તેમજ અલગ અલગ ગામની સિપાઈ જમાતના પ્રમુખોએ હાજર રહી ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટ ને સફળ બનાવવા સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અવેશ એ.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ડો.તોસિફખાન પઠાણ અને અઝીઝભાઈ ચૌહાણ તેમજ સમગ્ર કારોબારી સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી. જ્યારે રાજકોટ ટીમ ના આસિફભાઈ સિપાઈ, મુશર્રફભાઈ મોગલ, પરવેઝભાઈ કુરેશી, હનીફભાઇ મોગલ, હુશેનભાઈશેખ, આસિફભાઇ બેલીમ, ઈરફાનભાઈ મોગલ, મોહસીનખાન પઠાણ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી તેવી યાદી *સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત ના પ્રમુખ ડો.અવેશ.એ.ચૌહાણ સહમંત્રી ઇસ્માઇલખાન શેરવાની દ્રારા યાદી પાઠવામા આવેલ છે.
