પોરબંદર-દ્રારકા હાઈવે પર હર્ષદ પગપાળા ચાલીને જતા યાત્રાળુઓને રિફલેકટીવ જેકેટ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવ્યા

પોરબંદર જીલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા એ વિવિધ પ્રકારના પગલાં લેવા જણાવેલ જે સૂચનાનુસાર શનિવારના રાત્રિના પોરબંદર-દ્રારકા હાઈવે પર પોરબંદરથી હર્ષદ પગપાળા ચાલીને જતા યાત્રાળુઓને રિફલેકટીવ જેકેટ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલ હતા અને તેઓને સલામતીને ધ્યાને રાખી નિયમાનુસાર પગપાળા રોડની જમણી બાજુ ચાલવા સૂચના આપવામાં આવેલ હતી તેમજ યાત્રા પૂરી થયે રિફલેકટીવ જેકેટ બે‌ દિવસમાં ટ્રાફિક શાખા પોરબંદર ખાતે જમા કરાવવા જણાવવામાં આવેલ હતું અને આગામી દિવસોમાં પણ માર્ગ અકસ્માતો નિવારવા વિવિધ પ્રકારની કામગીરી પોરબંદર પોલીસ દ્રારા સતત ચાલુ રાખવામાં આવનાર છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!