પોરબંદર જિલ્લામાં બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભ લેવા I-KHEDUT પોર્ટલ પર અરજી કરી શકાશે

જિલ્લાના બાગાયત ખેતી કરતાં ખેડૂતો કુલ ૧૭ ઘટકોમાં સહાયનો લાભ લેવા તા.૧૫ ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે

પોરબંદર, તા.૨:ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૫/૧૨/૨૦૨૪ સુધી કુલ ૧૭ ઘટકો માટે સહાયનો લાભ લેવા આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

જેમાં આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ ફળ્પાકના જુના બગીચાઓના નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રુટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ(ટીસ્યુ)- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાટીંગ મટીરીયલમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો- આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)- નળાકાર સ્ટ્રક્ચર માટે, નેટહાઉસ- નળાકાર સ્ટ્રક્ચર માટે, રીપનીગ ચેમ્બર (ક્ષમતા મહતમ ૩૦૦ મે.ટન), સંકલિત કોલ્ડ ચેઈન સપ્લાય સિસ્ટમ, ફંકશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(કલેક્શન, શોર્ટિંગ/ ગ્રેડિંગ, પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ/ પૃથકરણ પ્રયોગશાળા), નાની નર્સરી (૧ હે.) કુલ ૧૭ ઘટકો માટે સહાયનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ સમયમર્યાદામાં આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.

ખેડૂતોએ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી નિયત જગ્યાએ ખેડૂતે સહિ/ અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૭-૧૨, ૮-અ ના અધતન પ્રમાણિત ઉતારા, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેંક પાસબુકની નકલ, આધારકાર્ડની નકલ , જો અનુસુચિત જાતિના ખેડૂત હોયતો જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ અરજીની પ્રિન્ટ આઉટ નકલ સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી,પોરબંદર, પ્રથમ માળ, રૂમ, રૂમનં.20, જીલ્લા સેવા સદન-2, સાંદિપની રોડ, પોરબંદર સમય મર્યાદામાં ખેડુતોને મોકલી આપવાની રહેશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!