પોરબંદર ઇલેક્ટ્રીક મર્ચન્ટ એસોસિએશનની જનરલ મિટીંગ યોજાઈ: હોદેદારોની વરણી કરાઈ

બે વર્ષની ટર્મ માટે નવનિયુક્ત હોદેદારોની વરણી કરાઈ

સર્વાનુમતે નવી ટીમની પસંદગી થતાં ઉત્સાહનો માહોલ સર્જાયો

પોરબંદર ઇલેક્ટ્રીક મર્ચન્ટ એસોસિયેશનની એન્યુઅલ જનરલ મિટીંગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુમેળભર્યા વાતાવરણમાં સર્વસંમતિથી વર્ષ 2025 – 2027ની ટર્મ માટે યુવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ ધવલ જોશી, સેક્રેટરી કેતન પટેલ, ઉપપ્રમુખ કેતન કોટેચા, ટ્રેઝરર જીતુ મકવાણા, માર્ગદર્શક કમિટીમાં ભરતભાઈ દાસાણી, અનિલભાઈ પારેખ, ધનસુખભાઈ મોઢા, કારોબારી સમિતિમાં રમેશભાઈ જોશી, રાજુ મકવાણા, સૈફુદ્દીન સાદીકોટ,સચિન પરમાર,લલિત જોશીની નિમણુંક કરવામાં આવેલ છે.
સને 1982માં બીપીનભાઈ પલાણ દ્વારા એસોસિએશનની સ્થાપના કરવામાં આવેલ જેમણે સર્વસંમતિથી સને 2023 સુધી પ્રમુખપદે આજીવન સેવા આપેલ ત્યારબાદ હાલના સભ્યોએ પણ ઈલેક્શનનાં બદલે સિલેક્શનથી હોદેદારોની પસંદગી કરવાની પરંપરા જાળવી રાખેલ છે.
એસોસિએશનના પાયાના પથ્થર એવા નિવૃત સભ્ય હર્ષદભાઈ જોશીને ખાસ નિમંત્રિત કરીને તેમણે આપેલ યોગદાનને યાદ કરીને અદકેરું સન્માન કરવામાં આવેલ. પ્રત્યુતરમાં તેમણે એસોસિયેશનની યુવા ટીમને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી સન્માન બદલ આભાર માની પોતાની લાગણી વ્યક્ત કરીને ભૂતકાળના સંસ્મરણો તાજા કરેલ.
ફરીથી વરાયેલ પ્રમુખ ધવલ જોશીએ બે વર્ષ માટે સર્વસંમતિથી પોતાની પસંદગી કરવા માટે સભ્યોનો આભાર વ્યક્ત કરી, સર્વેને સાથે રાખીને વ્યાપારી મિત્રોના સર્વાંગી વિકાસ માટે એસોસિએશનની પ્રવૃતિઓને નવી ઊંચાઈએ લઈ જવા માટે પૂરતા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી કેતન પટેલ અને આભારવિધિ કેતન કોટેચાએ કરેલ.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ઇન્ડિયન રેડક્રોસ તાલુકા શાખાના પ્રમુખ રામદેવ મોઢવાડીયા,પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઇ ખોરાવા, જેસીઆઈ, નવરંગના સ્થાપક પ્રમુખ લાખણસી ગોરાણીયા, ભાજપ અગ્રણી પંકજભાઈ મજીઠીયા,અશોકભાઈ મોઢા વગેરેએ નવા વરાયેલ પ્રમુખ, સેક્રેટરી અને સમગ્ર ટીમને અભિનંદન આપી હરહંમેશ મદદ માટે ખાત્રી આપી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!