પોરબંદર લોકસભાના જનરલ ઓબ્ઝર્વર  ટી. એન. વેંકટેશે બરડાના અંતરિયાળ મતદાન મથકોની મુલાકાત લીધી

બરડાના ડુંગરોમાં નેસ વિસ્તારના અંતરિયાળ મતદાન મથકોના ચૂંટણી સ્ટાફ સાથે સંવાદ કર્યો

પોરબંદર તા.૬
પોરબંદર લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર ટી.એન.વેંકટેશે આજે મતદાન પૂર્વે પોરબંદરના બરડા ડુંગરમાં આવેલા અંતરિયાળ વિસ્તારોના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
આવતીકાલે તા.૭ મે ના રોજ પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા વિસ્તારમાં થનાર મતદાનની કામગીરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત પોરબંદર લોકસભા બેઠક અને માણાવદર અને પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર આઇ.એ.એસ અધિકારી ટી.એન. વેંકટેશે પોરબંદર રાણાવાવના બરડા ડુંગર વિસ્તારમાં ખાસ કરીને સાત વિરડા, રાણાવાવ નજીક ઝપર શાળા અને ખંભાળા ખાતેના અંતરિયાળ વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
પોરબંદરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ચૂંટણીમાં મતદાનમાં રોકાયેલ સ્ટાફ મતદાન મથકો પર પહોંચી ગયો છે. ઓબ્ઝર્વર શ્રી એ મતદાન મથકોમાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓ નું નિરીક્ષણ કર્યું હતું. નિયમ અનુસાર કામગીરી અને મતદાર સહાયતા કેન્દ્ર અને પીવાના પાણીની વ્યવસ્થા છાયડો અને અન્ય સવલતો નું પણ નિરીક્ષણ કર્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!