રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા 119 સંતો મહંતો સાથેની ગુજરાત તીર્થયાત્રા પોરબંદર પહોંચી

શ્રી રામકૃષ્ણ મિશન રાજકોટ દ્વારા ગુજરાત તીર્થયાત્રા નું આયોજન કરાયું છે જેમાં 119 જેટલા સંતો મહંતો ગુજરાતમાં આવેલ વિવિધ સ્થળોની મુલાકાત લે છે અને જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં રહ્યા હતા તે સ્થળોની મુલાકાત લઇ સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ બનાવવાનું આયોજન અંગે ગુજરાત સરકારને માંગ કરી છે તેમ રાજકોટ રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું

119 જેટલા રામકૃષ્ણ મિશનના સંતોએ પોરબંદરમાં આવેલ સ્વામી વિવેકાનંદ ના ધ્યાન ખંડ ની મુલાકાત લીધી

ગુજરાત તીર્થયાત્રામાં સાધુ સંતોએ અમદાવાદ થી વડોદરા અને ત્યારબાદ કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જુનાગઢ થઈ સોમનાથ બાદ પોરબંદરમાં આવેલ રામકૃષ્ણ મિશન ની મુલાકાત લીધી હતી જ્યાં તેમનું રામકૃષ્ણ મિશન ના અનુયાયો તથા સ્વામી આત્મદીપાનંદ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ અને શરણાઈ સાથે પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને
તમામ સંતો મહંતોએ સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં 1891 – 92 માં ચાર માસ સુધી જ્યાં રહ્યા હતા તે શંકર પાંડુરંગ શાસ્ત્રીના બંગલામાં આવેલ સ્વામી વિવેકાનંદના ધ્યાનખંડ ની મુલાકાત લીધી હતી ત્યારબાદ મહાપ્રસાદ નો લાભ લીધો હતો અને ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર અને કૃષ્ણ સખા સુદામાના મંદિરની પણ મુલાકાત લીધી હતી અને દ્વારકા જવા નીકળ્યા હતા.

ગુજરાત તીર્થયાત્રાનો મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ બનાવવી

રાજકોટ રામકૃષ્ણ મિશનના સંચાલક સ્વામી નિખીલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં સ્વામી વિવેકાનંદ એ મુલાકાત લીધી છે અને તેમના ચરણોથી તે ભૂમિ પાવન થઈ છે આવા અનેક સ્થળોએ મેમોરિયલ છે અને ઘણા એવા સ્થળો છે કે જ્યાં મેમોરિયલ નથી તો એવા સ્થળોએ મેમોરિયલ બનાવી સ્વામી વિવેકાનંદ સર્કિટ બને તેવી રજૂઆત સરકારને કરવામાં આવી છે અને દેશ વિદેશમાં વસતા સ્વામી વિવેકાનંદ ના પ્રશંસકો ફોલોવર્સ મોટી સંખ્યામાં છે લો પણ આ યાત્રામાં આવી સ્વામી વિવેકાનંદ અંગે વિશેષ માહિતી લઈ શકે તેના આયોજનના ભાગરૂપે આ ગુજરાત તીર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

નેપાળ અને બાંગ્લાદેશના સ્વામી પણ ગુજરાત તીર્થયાત્રામાં જોડાયા

ભારત ભરમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ રામકૃષ્ણ મિશન ના આશ્રમમાં આવેલા છે બાંગ્લાદેશ અને નેપાળના સ્વામી ઓએ પણ પોરબંદરની મુલાકાત લીધી હતી અને બાંગ્લાદેશ કાઠમંડુના રામકૃષ્ણ મિશન ચલાવતા સ્વામી
એકાર્થનંદજીએ જણાવ્યું હતુ કે કાઠમંડુમાં રામકૃષ્ણ મિશન નું બાંધકામ થઈ રહ્યું છે અને આ ગુજરાત યાત્રા અંગે તેઓએ જણાવ્યું હતું કે આ યાત્રામાં આવવાનું જે સૌભાગ્ય મળ્યું છે તેનાથી ખુશી અનુભવ છું અને સોમનાથના દર્શન કર્યા હતા જેનાથી ધન્યતા અનુભવી છે આ રીતે અન્ય લોકો પણ આ યાત્રાનો લાભ લે તેવી આશા વ્યક્ત કરી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!