જી એમ ઈ આરએસ મેડિકલ કોલેજ માં બુદ્ધપૂર્ણિમાની ઉજવણી

ગત તારીખ 23/05/2024 ના રોજ બુદ્ધપૂર્ણિમાના પાવન દિવસે પોરબંદર ની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં બુદ્ધ પૂર્ણિમા ની ઉજવણી અંતર્ગત એક મેડીટેશનનો લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર લીઝા અને ડોક્ટર ગુપ્તાએ આ મેડીટેશન લેક્ચરમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ આ મેડીટેશન કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી તથા એડિશનલ ડીન ડોક્ટર મયુરકુમાર જાવ્યા તથા અન્ય તબીબ સ્ટાફ અને પેરા મેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ એમબીબીએસ મેડિકલના સ્ટુડન્ટ મેડીટેશન માં સહભાગી બન્યા હતા બુદ્ધમ શરણમ ગચ્છામી થી દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને ડોક્ટર લીઝા દ્વારા ભગવાન બુદ્ધ વિશે અને મેડીટેશન નું નિત્ય જીવનમાં જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ વિપસ્યાના અને મૈત્રી ભાવ મેડીટેશન કરવામાં આવ્યું હતું ઓશો દ્વારા ભગવાન બુદ્ધ વિશે ઓડિયો લેક્ચર પણ રજૂ કરવામા આવ્યું હતું અને જીવનમાં પ્રેમ ધ્યાન કરુણા મૈત્રીનું મહત્વ વિશે ડોક્ટર લીઝા દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને ડોક્ટર ગુપ્તા ફિઝિયોલોજીના પ્રોફેસર દ્વારા પણ યોગા અને મેડીટેશન ની સમજ આપવામાં આવી હતી. નિઓ સન્યાસ અને જોબરા ધબુધા અને નિત્ય જીવનમાં મેડીટેશન નું મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ રીતે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!