પોરબંદરના આર્યસમાજ ખાતે ચાર દિવસીય શ્રાવણી વેદ કથાનું આયોજન સંપન્ન

વહેમ અંધશ્રદ્ધાને દૂર કરવા વિજ્ઞાન જરૂરી છેઃ આચાર્યશ્રી મેધાર્થી

પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન સહિત પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયાપોરબંદરઃ પોરબંદરના આર્યસમાજ ખાતે શ્રાવણી વેદકથાનું આયોજન થયું હતું જેમાં ગાયત્રી યજ્ઞ અનુષ્ઠાન યજ્ઞ સહિત પુસ્તક વિમોચન જેવા ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમો યોજાયા હતા. આર્યસમાજ વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રચાર અને બૌધિકજનોને માટે અનેકવિધ પ્રવૃતિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી માર્ગ પર આવેલા આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથા, પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ, ભજનોપદેશ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. પોરબંદરના આર્યસમાજ ખાતે ચાર દિવસીય શ્રાવણી વેદ કથાનો પ્રારંભ કરાવતા વિદ્ધાન આચાર્ય (દર્શનાચાર્ય મીમાંશા વારિધિ) આચાર્ય કર્મવીર મેધાર્થી એ આર્યસમાજના ભાઇ બહેનોને સંબોધીત કરતાં જણાવ્યું કે ધર્મ અને ઇશ્વર બન્ને વિશે સમજવાનો જાણવાનો અને આચરણમાં મૂકવાનો વિષય છે. ધર્મ વ્યકિત-વ્યકિતને જોડે છે પણ ઇશ્વર અને ધર્મ ને સમજવામાં જાણવામાં આપણે ભૂલ કરી બેઠા છે. આથી આ ભૂલોને કારણે ધર્મ ઇશ્વરના નામે ઝગડાઓની સમસ્યા ઉભી થઇ છે, તેઓએ વધુમાં જણાવ્યું કે હતું કે બુદ્ધ મહાવીર, દયાનંદ, શંકરાચાર્ય વગેરે મહાપુરુષોએ ધર્મ અને ઇશ્વરની પરિભાષા ઉચિત કરી છે ધર્મ એ વ્યકિતગત બાબતે છે પણ આપણે ધર્મને સાર્વત્રિક બનાવ્યો છે. જેથી ધર્મમાં શાંતિને બદલે અશાંતિ જોવા મળે છે આજે ડી.જે. શોરબકોર ભીડભાડ પાગલપન જોવા મળે છે. શરીરરૂપે મંદિરમાં આત્મા બેઠો છે તેની ઉપાસના કરવાથી લોક કલ્યાણની ભાવના બળવતર અને આજે તીર્થયાત્રા કરીએ એ બહારની દુનિયા છે તીર્થયાત્રા એ ભીતરમાં કરવાથી અશાંત મન શાંતિનો અનુભવ કરે છે. વેદો એ વહેમ, અંધશ્રદ્ધાનેદૂર કરવા માટે વિજ્ઞાન ને જરૂરી ગણાવ્યું છે તેઓએ ઉમેર્યું હતું કે, ધર્મ એ સમજવા, જાણવા અને આચરણમાં મૂકવાનો વિષય છે. વૈદિક પરંપરાનુસાર શ્રાવણ માસ દરમિયાન વિશેષ ભકિતભાવથી ધ્યાન, સ્વાધ્યાય, સત્સંગ, હવન, યજ્ઞાદિનું અનુષ્ઠાન કરવામાં ઉમદા હેતુસર આ કાર્યક્રમમાં પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરાના આચાર્યશ્રી પ્રહલાદભાઇ, આણંદના આચાર્ય દિનેશભાઇ, અનુપભાઇ પટેલ, જામનગરના નરેન્દ્રભાઇ મહેતાની પ્રેક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખશ્રી દીપકભાઇ જે. ઠકકર ના હસ્તે પુસ્તક વિમોચન કરવામાંઆવેલ હતું. હરિદ્વાર ઉત્તરાખંડના આચાર્યશ્રી કર્મવીર મેધાર્થી અને સુમેરપુર રાજસ્થાનના વૈદિક ભજનોઉપદેશક કેશવદેવ શર્મા વૈદિક ભજનો પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતાં. છેલ્લા ત્રણ દિવસ આચાર્ય કર્મવીર મેધાર્થી દ્વારા સવારે યોગ શિક્ષણ મેડીટેશન કરવામાં આવેલ જેમાં આર્યસમાજના ભાઇ બહેનોએ ઉત્સાહભેર જોડાયાં હતાં. આ તકે ચાર દિવસીય વેદકથામાં દેશ-વિદેશના શુભેચ્છા સંદેશનું વાંચન ધનજીભાઇ આર્યએ કર્યું હતું. આ ચાર દિવસીય વેદકથા દરમિયાન ગાયત્રી અનુષ્ઠાનનું સંચાલન આર્યસમાજના પુરોહિતશ્રી નિતીન શાસ્ત્રી અને ઋષિકુમાર આર્ય એ સંભાળ્યું હતું. દાતા દીપકભાઇ વલેચા તથા શ્રીમતિ હર્ષાબેન વલેચા તરફથી છેલ્લા બે દિવસ મીઠાઇની પ્રસાદી આપવામાં આવેલ હતી. દાતાઓ અને ઉપસ્થિત સમાજશ્રેષ્ઠીઓનું ઉષ્માવસ્ત્રથી આર્યસમાજ દ્વારા સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, રાજકોટ આર્યસમાજના પ્રમુખ રણજીતસિંહ પરમાર, જામનગર આર્યસમાજના મંત્રી મહેશભાઇ રામાણી વગેરે કાર્યક્રમની સફળતાની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર્યસમાજના પ્રમુખ ધનજીભાઇ આર્ય સહયોગી મંત્રી કાંતિભાઇ જુંગીએ સંભાળ્યું હતું જયારે આભારવિધિ ઉપપ્રમુખ સુરેશભાઇ જુંગીએ કર્યું હતું. ચાર દિવસીય વેદકથા કાર્યક્રમમાં ખાગેશ્રીના શ્રી તુલસીભાઇ, અમૃતલાલ, ડો. છોટુભાઇ સુરાણી, લાખાણીભાઇ, ડો.અશોકભાઇ ગોહિલ, આર્મીમેન નિવૃતશ્રી જે.સી.આઇ.ના પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયા, જાણીતા કેળવણીકાર ડો. એ. આર. ભરડા, પોલીટેકનીકલ કોલેજના નિવૃત પ્રિન્સીપાલ ડો. પી. વી. ગોહિલ, નિવૃત આર્મીમેન સાજણભાઇ, મનહરભાઇ પંડયા, કલાણા ગામનાં મોહનભાઇ, વિરજીભાઇ પરમાર આર.એસ.એસ.ના સંયોજક, સામાજિક કાર્યકર નીતાબેન મનોજભાઇ જોષી, નિવૃત એન્જીનીયર રણછોડભાઇ ગોહિલ, રમેશભાઇ દવે સહિત નગરનાસમાજ શ્રેષ્ઠીઓ પ્રબુદ્ધ નાગરિકો અને આર્યસમાજના ભાઇ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ધનજીભાઇ આર્ય તથા મંત્રી કાંતિભાઇ જુંગીવાલાના માર્ગદર્શન હેઠળ સર્વ ગગનભાઇ કુહાડા, નાથાલાલ લોઢારી, રવિભાઇ સિંધવ, શ્રી હરનારાયણસિંહ, સુરેશભાઇ જુંગી, દિલીપભાઇ જુંગી, નયનભાઇ, પ્રદિપભાઇ, પ્રેમજીભાઇ, મનસુખભાઇ, ઇલેકટ્રીશ્યન,અશ્વિનભાઇ તેમજ આર્યવીર દળના આર્યવીરો વગેરેએ સહયોગ આપીને કાર્યક્રમને શોભાવ્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!