પોરબંદર જિલ્લા માં ગેરકાયદેસર ખનન પર દરોડા

તા.૧૯/૦૨/૨૦૨૫
પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ચાલતા બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજના ગેરધોરણે ખનન તથા વહન બાબતે કલેક્ટર, પોરબદરની સૂચનાનુસાર પ્રાંત અધિકારી, પોરબંદરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, પોરબંદર(ગ્રામ્ય‌ ) તથા તેમની ટીમ દ્વારા તા.૧૭/૦૨/૨૦૨૫ તથા તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ પોરબંદર તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલ.
તા.૧૭/૦૨/૨૦૨૫ ના રોજ મોઢવાડા–કેશવ ડામર રોડ પરથી પસાર થતા ખનીજ વહન કરતા વાહનોની તપાસણી કરતા, પથ્થર ભરેલ ડમ્પરને અટકાવી તેમાં આવેલ ખનીજ અંગે રોયલ્ટી વિગેરે માંગતા તેઓ દ્વારા રજુ ન કરતાં, તે ખનીજ તદ્દન ગેરકાયદેસર હોવાનું સાબિત થતા, ડમ્પર સીઝ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવેલ છે.
તા.૧૭/૦૨/૨૦૨૫ ના રોજ પોરબંદર તાલુકાના બાવળવાવ ગામની હદમાં બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજના અનઅધિકૃત ખોદકામવાળા સ્થળ ઉપરથી ૩ (ત્રણ)-પથ્થર કટીંગ મશીન સીઝ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવેલ છે.
તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ રાતડી ગામે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજના અનઅધિકૃત ખોદકામવાળા અલગ-અલગ સ્થળ ઉપરથી કુલ પથ્થર કટીંગ મશીન-૧૦ (દસ), ટ્રેક્ટર-૩ (ત્રણ), ટ્રક-૧ (એક) તથા જનરેટર-૧ (એક) સીઝ કરી મીયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!