પોરબંદર જીલ્લા આવેલી જી.આઈ.ડી.સી.ઓ ને સ્પેશયલ ઇન્વેસ્મેનટ ઝોન જાહેર કરવા મુખ્યમંત્રી ને રજુઆત

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા ના વોર્ડ નમ્બર 9 ના કાઉન્સિલર ધવલ જેન્તીભાઈ જોશી એ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખી જણાવ્યું હતજ કે સમગ્ર ગુજરાત વિકાસ ની હરણફાળ ભરી રહ્યું છે અને આપના નેત્ર્તૃવ માં ગુજરાત રાજ્ય ભારત નુ ગ્રોથ એન્જીન બની રહ્યું છે પરંતુ પોરબંદર જીલ્લો આ સમગ્ર વિકાસ ની હરણફાળ માં અત્યંત દયનીય હાલત માં છે ગુજરાત રાજ્ય ના દુર દરાજ નો છેવાડા નો પોરબંદર જીલ્લો આવેલો હોય તાજેતર ની પરીસ્થિત જોતા જીલ્લા માં આવેલી તમામ જી.આઈ.ડી.સી. ઓ સુમસામ બની રહી છે અને આ જીલ્લા ની તમામ જી.આઈ.ડી.સી. માં આવેલ લઘુ ઉધોગ ઓ મૃત્ય્પાય અવસ્થા માં સંઘર્ષ કરી રહ્યા છે અને પોરબંદર જીલ્લા ના રહેવાશી ઓ મોટા પાયે અન્ય જીલ્લામાં વિકાસ ની તકો મળતા માં સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે આપના નેત્ર્તૃવ ની સંવેદનશીલ સરકાર માં આ તરફ ધ્યાન આપાય તે ખુબજ જરૂરી છે
પોરબંદર જીલ્લાના પાયાના પથ્થર ગણાતા જુના ઉધોગ જેવા કે ચોક પાવડર,બેરીંગ,બરફ, કોલસા,મત્સ્ય ઉધોગ, સિમેન્ટ વિગેરે ઘણાબધા ઉધોગો બંધ હાલત માં છે, તો આપશ્રી ને રજુઆત છે કે પોરબંદર જીલ્લા ની તમામ જી.આઈ.ડી.સી. ઓ ને જો સ્પેશયલ ઇન્વેસ્મેનટ ઝોન જાહેર કરી સરકારી પ્રોત્સહાન આપવા માં આવે તો જીલ્લા ના ઘણા ઉદ્યોગો ફરી સક્રિય બની રેહશે અને જીલ્લા રોજગારી ની તકો ઉભી થશે અને જીલ્લા માંથી થઇ રહેલું સ્થળાંતર અટકી જશે અને આના કારણે વિશ્વ વિખ્યાત સુદામા પૂરી ધામ માં પર્યટનો થી ઉભરી રેહશે અને સંપૂણ જીલ્લો ફરીથી ધમધતો થશે
