પોરબંદર માં મોચી સમાજ દ્વારા છાત્રો માટે નિશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સંપન્ન
સાયબર ક્રા ઈ મ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી છે પોરબંદર : પોરબંદર ના મોચી સમાજ દ્વવારા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નુ ભવ્ય આયોજન કરવા માં આવેલ છે પોરબંદર ની ખોજા ખાના ભાવસિંહ જી હોસ્પિટલ રોડ પર આવેલી શ્રી મોચી સમાજની વાડી ખાતે તાજેતરમાં શિક્ષણ લક્ષી નિ શુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ ,મોચી સમાજ ના પ્રમુખ મહેશ ભાઈ ઓધવજી ઝાલા ની ઉપસ્થિત માં યોજાયેલા આ સેમિનાર માં અતિથિ તરીકે પોરબંદર ની ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા,પોરબંદર ના જાણીતા એડ વોકેટ શ્રી મહેશ ભાઈ તેમજ મોચી સમાજના શ્રેષ્ઠિ ઓ સર્વ શ્રી શ્રી મોહન ભાઈ જેઠવા, મોચી મિત્ર મંડળ ના પ્રમુખ શ્રી પ્રફુલ ભાઈ ચાવડા, પરમાર વિજય ભાઈ ( જામનગર )સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભ માં મોચી સમાજના પ્રમુખ શ્રી મહેશ ભાઈ ઝાલા એ મોચી સમાજ ની સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃર્તિ ની વિકાસ ગાથા પ્રસ્તુત કરી સૌ મહાનુભાવો ને આવકાર્યા હતા બગવદર ની સરકારી હાઈસ્કૂલ ના નિવૃત આચાર્ય ભીખુ ભાઈ ચાવડા એ ઉપસ્થિત મહેમાનો નો પરિચય આપી ને આ સેમિનાર નુ ઉદેશ પ્રસ્તુત કર્યો હતો આ પ્રસંગે પોરબંદર ની ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે શાળા માં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ માં વિવિધ કૌશલ્ય હોઈ છે જો આ કૌશલ્ય આધારિત તેની રુચિ મુજબ ધોરણ 10 બાદ ટેક્નિકલ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી મેળવી રોજગારી મેળવી શકાયઃ આજે કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક અને સોફ્ટ વેર તેમજ સાઇબર ક્રા ઇમ અભ્યાસ ક્રમ માં મોટી માંગ રહેશે આથી આ વિષયો ની માંગ છે વિવિધ ટેક્નિકલ અભ્યાસકર્મો ની અને રોજગારી ની ઉત્તમ તકો અંગે સફળ ઉદારણો દ્વવારા છાત્રો ને સમજ આપવામાં આવી હતી, પોરબંદરની નવયુગ વિદ્યા લય ના નિવૃત ફિજિકલ શિક્ષક રમેશભાઈ પરમાર સમય પ્રમાણે અભ્યાકર્મો પસન્દ કરવા અને આઈ. ટી આઈ ક્ષેત્રે ના ટર્નર ફીટર મોટર રિવાડિંગ. એ, સી રીપેરીંગ અને વેલ્ડર જેવા વિવિધ ટ્રેડ ના અંગે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે જામનગર ની જાણીતી સ્પર્ધાત્મક પરીક્ષા ની એલ. આઈ. ટી સંસ્થા ના ચેરમેન શ્રી વિજય ભાઈ પરમાર એ જણાવ્યું હતું કે દરેક વાલી એ પોતાના સન્તાન ની અભ્યાસ ક્ષમતા ને તથા તેના પસન્દગી ના રસ રૂચી ને સમજવા ના પ્રયત્નો કરીને તેની પસન્દગી અનુસાર આગળ અભ્યાસ કરા વવો જોઈએ કે જેથી વિદ્યાર્થી અભ્યાસ થી દૂર ન ભાગે અને પુરી એકાગ્રતા થી પોતા ના પસન્દગીના ટેક્નિકલ અભ્યાસ માં આગળ વધે અને રોજગારી મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેમણે ધોરણ 10- 12 પછી જે ભલે આગળ ભણો પણ સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા ની પૂર્વ તૈયારી ચાલુ રાખવા આહવાન કર્યું હતું આ તકે જામનગર ની જાણી તી એલ. આઈ. ટી ના ડાયરેક્ટર અને મોચી સમાજના સા સા ર સ્વ ત શ્રી વિજય ભાઈ પરમારનું મોચી સમાજના પ્રમુખ શ્રી મહેશ ભાઈ ઝાલા અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી ભીખુ ભાઈ ચાવડા ના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા ઉલ્લેખ નીય છે કે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા નાપરિણામો જાહેર થયા બાદ ઘણા વિદ્યાર્થી ઓ અને માતા પિતા વાલી પોતાના સંતા નો ના અભ્યાસનુ ભાવી કારકિર્દી અંગ મુંઝવણ અનુભવતા હોય છે ધોરણ 10 -12 નાપાસ કે પાસ છાત્રો માટે નોકરીઓ માટે સારી તકો ઉપલબ્ધ છે માર્ગદર્શન ના અભાવે સારી કારકિર્દી મેળવવા વંચિત રહી જવા પામે છે ત્યારે છાત્રો અને માતા પિતા વાલીઓ ને વિદ્યાર્થી લક્ષી માર્ગદર્શન માટે આ મોચી સમાજ દ્વવારા આ સેમિનાર નુ આયોજન કરવા માં આવેલ છે કાર્યક્રમ માં સમાજ અગ્રણી સર્વ શ્રી ભારતીબેન પરમાર, હિમાંશુ ભાઈ વાઢેર, શ્રી ચંપક ભાઈ વાઢેર, જ્યંતી ભાઈ ઝાલા નિલેશ ભાઈ વાઢેર, મનસુખ ભાઈ ચાવડા, પરેશ ભાઈ ચાવડા, વૈભવ ભાઈ ચાવડા, જયેન્દ્ર ભાઈ ચુડાસમા, વર્ષા બેન વાઢેર વનરાજ ભાઈ પરમાર, ભવ્યતા પરમાર, ક્રિશ ભાઈ પરમાર સહીત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ તકે વિદ્યાર્થીઓ એ કારકિર્દી અને સ્પર્ધાત્મક જાહેર પરીક્ષા ઓ અંગે પ્રશ્નો પૂછ્યા હતા જેના ઉતરો તજજ્ઞો દ્વવારા અપાયા હતા આ શૈક્ષણિકકારકિર્દી માર્ગદર્શન દર્શન સેમિનાર ના પ્રોજેક્ટ ચેરમેન બગવદર સરકારી હાઈસ્કૂલ ના પૂર્વ આચાર્ય ભીખુ ભાઈ વશરામ ભાઈ ચાવડા તથા પોરબંદર નવયુગ વિદ્યાલય ના પૂર્વ શિક્ષક રમેશભાઈ આર પરમાર નામાર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનાર મા સહીત મોચી સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમ ના અંતે રાજકોટ માં ગેમ ઝોન દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકો ના આત્મા ની શાંતિ માટે સમૂહ પ્રાર્થના કરી બે મિનિટ નુ મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરવા માં આવી હતી