પોરબંદર એસ.ટી. ડેપોમાં થી વયમર્યાદા ને કારણે નિવૃત્ત થનાર કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો






આજ રોજ પોરબંદર એસ.ટી. ડેપોમાં થી વયમર્યાદા ને કારણે નિવૃત્ત થનાર કર્મચારીઓ
1. કિરીટભાઇ ડાભી – ડ્રાઇવર
2. દેવસીભાઇ બોખીરીયા – ડ્રાઇવર
3. ભીમા ભાઇ વાઢેર – ડ્રાઇવર
4. કાનાભાઇ ઓડેદરા – ડ્રાઇવર
5. લખમણભાઇ ઓડેદરા – ડ્રાઇવર
6. નારણભાઇ સાદિયા – કંડકટર નો વિદાય સમારોહ આજ રોજ ડેપો મનેજર પી.બી. મકવાણા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયેલ.
એસ.ટી.સંકલન સમિતી પોરબંદર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડેપોના અધિકારીઓ, યુનિયન ના આગેવાનો તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ એ ઊપસ્થિત રહેલ હતા.
આ તકે ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા જણાવાયુ હતુ કે અગાઉ ના સમય માં નિવૃત્ત થનાર કર્મચારીને પેન્શન માટે છ થી આઠ મહિના સુધી રાહ જોવી પડતી હતી અને વિભાગીય કચેરીના તેમજ પેન્શન ઓફિસ ના વારંવાર ધકકાઓ થતા હતા.
નિવૃત કર્મચારીઓને ભોગવવી પડતી આ હાલાકીને ધ્યાને લઇને પી.એફ. કમિશન ના સહયોગ અને વિભાગીય નિયામક શ્રી રાવલ સાહેબની સીધી દેખરેખ હેઠળ એકાઉન્ટ ઓફિસર ઝાલા ભાઇ ના નિષ્ઠા પુર્વક ના પ્રયત્નો થી નિવૃત્ત કર્મચારીઓ ને નિવૃતિ ના પ્રથમ દિવસ થી જ પેન્શન હુકમ મળી જાય તે મુજબની કામગીરી કરવામાં આવેલ હતી અને આજ રોજ નિવૃત થનાર તમામ કર્મચારીઓ ને નિવૃત્તિ ઓર્ડર ની સાથે પેન્શન હુકમ પણ પાઠવી દેવામાં આવેલ હતો.
સાથો સાથ વિભાગીય નિયામક રાવલ , પરિવહન અઘિકારી ખાંભલા , સુરક્ષા નિરીક્ષક શામળા એકાઉન્ટ ઓફિસર ઝાલા ,ડેપો મનેજર પી.બી. મકવાણા, એચ.એમ. રૂઘાણી, એસ.જે. કડછા, એચ.આર. ઓડેદરા, ડી.એન.મોઢવાડીયા તેમજ યુનિયન ના સર્વે હોદ્દેદારો દ્વારા તમામને નિવૃત્તિ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.
