ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર ને શ્રેષ્ઠ પ્રિન્સિપાલનું મળ્યું સન્માન

દાયકાઓથી શિક્ષણ અને સંસ્કાર માટે પ્રખ્યાત એવી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર ને બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો. ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળ નોંધાયેલ નેશનલ એજ્યુ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી ડો. અનુપમ નાગર સાહેબને બેસ્ટ પ્રિન્સિપલનો એવોર્ડ એનાયત થયેલ. શ્રેષ્ઠ આચાર્ય માટેનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ એવા ઉત્કૃષ્ટ શિક્ષકને એનાયત કરવામાં આવેલ કે જેમણે પર્યાવરણીય શિક્ષણને તેમની શિક્ષણ પદ્ધતિઓમાં અને નેતૃત્વમાં એકીકૃત કરી અસાધારણ સમર્પણ દર્શાવ્યું છે. આ એવોર્ડ એવા શિક્ષકોની ઉજવણી કરે છે જે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે સભાન નાગરિકો બનવા માટે પ્રેરણા આપે છે, તેમને અર્થપૂર્ણ શિક્ષણમાં જોડે છે, અને પર્યાવરણ સાથે સંબંધિત સમસ્યાઓ અને પર્યાવરણના ટકાઉપણા અંતર્ગત સશક્તિકરણ કરી વિદ્યાર્થીઓને પર્યાવરણ તરફ હકારાત્મક પગલાં ભરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ એવોર્ડ મેળવનાર તેમના સાથીદારો માટે રોલ મોડેલ છે અને શૈક્ષણિક સમુદાયમાં પર્યાવરણીય જાગૃતિ માટે સેવા આપી, સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ડો. નાગર સંપૂર્ણ ગુજરાતમાંથી એકમાત્ર પ્રિન્સિપાલ છે કે જેઓને આ એવોર્ડ મળેલ. આ એવોર્ડ દ્વારા તેઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલું અને સાથે સાથે કોલેજને તેમજ સંપૂર્ણ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
