યુવા દોડવીર દ્વારા સોમનાથ થી અયોધ્યા રામમંદિર સુધી 1800 કિમિ ની મેરેથોન દોડ ની શરૂઆત કરવામાં આવી( અહેવાલ : કૌશલ જોષી)
1800 કિમિ નું અંતર પૂરું કરશે 21 દિવસમાં
રોજનું 90 કિમિ દોડશે દોડવીર
સોમનાથ મહાદેવ ના આશીર્વાદ લઈને યુવકે દોડ ની શરૂઆત કરી.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઝંડી આપીને દોડ ની શરૂઆત કરાવાઇ.
સોમનાથ
દોડવીર ઘનશ્યામ સુદાણી દ્વારા સોમનાથ થી અયોધ્યા રામમંદિર સુધી 21 દિવસની મેરેથોન દોડ ની શરૂઆત કરવામાં આવી હતી. દોડવીર 1800 કિમિ નું અંતર 21 રિવસમાં પૂરું કરશે રોજનું સરેરાશ 90 કિમિ દોડશે દોડવીર સોમનાથ મહાદેવ ના આશીર્વાદ લઈને યુવકે દોડ ની શરૂઆત કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઝંડી આપીને દોડ ની શરૂઆત કરાવાઇ હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે દોડવિર ધનશ્યામ સુદાણી એ તેઓના પરિવાર સાથે શ્રી સોમનાથ મંદિરે દર્શન, મહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરેલ. પૂજન બાદ દોડના પ્રારંભે અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનિશભાઇ સંઘાણી , સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ દ્વારા દોડવીરની દોડનો શુભારંભ કરાવવામાં આવેલ. શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા દોડવિર ધનશ્યામ સુદાણીને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ. દોડવિર ધનશ્યામ સુદાણી સોમનાથ મંદિર થી પ્રારંભ કરેલી દોડ ની પુર્ણાહુતી રામ જન્મભૂમી મંદિર અયોધ્યા ખાતે તા.21-એપ્રીલના રોજ કરશે. 1800 કી.મી. નું અંતર દોડવીર 21 દિવસ માં પુર્ણ કરશે.
Please follow and like us:
CATEGORIES Porbandar