પોરબંદર હાર્બર 108 ટિમ ની પ્રશંનીય કામગીરી

પોરબંદર હાર્બર 108 ટિમ ની પ્રશંનીય કામગીરી આજ રોજ ઍક પ્રસૂતા ને પ્રસુતિની પીડા ઉપડતા 108 ને ફોન કરિયા બાદ 108 ની ટિમ પોરબંદર ના બોખીરા વિસ્તાર માં પહોચી હતી..
આજ રોજ તારીખ:- ૧૭/૧૨/૨૦૨૪ સવાર નાં ૦૮:૨૧ am સમયે ત્રિજી વખત રહેલ સગર્ભા મહિલાને પ્રસુતા હોઇ,અને અગાઉ પણ તેમણે ૨ સીજીરિયન હોય અને હાલ ની પ્રસૂતિ પણ સીજીરીન થવાની શક્યતા હોય છતાં પણ તેમને 9 માસ પુર્ણ થતા જ ઓચિંતા પુરા માસે પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરવાની ફરજ પડતા તુરંત જ સમય સૂચકતા મુજબ મહિલા ને હોસ્પિટલ લઇ જવાનો સમય ન હોવાથી અને બાળક ના ગળા માં ફરતે નાળ વિતાયેલ ની સાથે થોડીક નાળ બાર પણ આવેલ હોવાથી 108 નાં ઈએમટી.*આરતી જાડેજા* અને પાયલોટ *ભરત ભાઈ ડાભી* એ અનુભવ અને સુજબુજ અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી એમ્બ્યુલન્સં માં અંદર જ નોર્મલ ડીલેવરી કરાવી હતી અને દીકરો (male) જન્મ થયો. માતા અને બાળક બન્ને તંદુરસ્ત હતા. એમ્બ્યુલન્સ માં પ્રથામિક સારવાર આપ્યા બાદ (MR LEDY) સરકારી હોસ્પિટલ પોરબંદર વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા.
108 ની સેવા એ આધુનિક સમય માં મહત્વ ની સાબિત થય રહી છે મજુર પરિવાર ની ત્યાં *દીકરા* નો જન્મ થતા *EMT આરતી જાડેજા* અને 108 ટીમ ને બિરદાવ્યા હતા આ તકે જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર *મહેન્દ્રસિંહ ચૌહાણ* સર અને જિલ્લા કોઓર્ડીનેટર *જયેશગીરી મેઘનાથી* એ અભિનદન પઠવામાં આવ્યા હતા.
