પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા નિઃશુલ્ક જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન

એક્સ્રીમ ફિટનેસ કેર , એકસ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી અને ફાયબર ગ્રુપ ઓફ પોરબંદર ના સહયોગથી યોજાશે નિઃશુલ્ક જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા..

તા.૨૧/૦૭/૨૦૨૪
રવિવાર સવારે 8 વાગ્યાથી જિલ્લા કક્ષાની નિઃશુલ્ક યોગાસન સ્પર્ધાનું આયોજન પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આર્ય સમાજ પોરબંદર, એકસ્રીએમ ફિટનેસ કેર , એક્સ્રીએમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી તથા ફાયબર ગ્રુપ ઓફ પોરબંદર ના સહયોગથી યોજનાર છે હાલમાંજ યોગાસન સ્પોર્ટ્સ તરીકે એશિયાડ રમતોમાં પણ સમાવેશ થયેલ છે ત્યારે પોરબંદર માંથી પણ શ્રેષ્ઠ યોગ રમત વીર – વિરાંગનાઓનું ના કૌશલ યોગાસન સ્પોર્ટ્સ ના પ્લેટફોર્મ પર પ્રદર્શિત થઈ શકે તે માટે આયોજન થયેલ છે .પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ના કોર્ડીનેટર કેતન કોટિયા દ્વારા અવગત કરતા
અત્રે ઉલ્લખનિય છે કે યોગાસન સ્પોર્ટ્સ એશીયાડ રમતોમાં પણ સમાવેશ થયેલ છે અને આવનારા સમય માં ઓલમ્પિકમાં પણ સમાવેશ થાય તેના પ્રયત્નો “યોગાસન ભારત” અને ભારત સરકાર દ્વારા થઈ રહ્યા છે ત્યારે પોરબંદર ના ભાવિ યોગ ના રમતવિરો માટે આ પ્રમાણેની સ્પર્ધા ઓનું આયોજન ખુબજ મદદ રૂપ સાબિત થઈ શકે છે પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા માં
એઈજ ગ્રુપ
સબ જુનિયર
જુનિયર,સિનિયર અને સિનિયર એ,બી અને સી રહશે જ્યારે ચાર પ્રકારની ઇવેન્ટ માં ટ્રેડિશનલ, આર્ટિસ્ટક સિંગલ અને આર્ટિસ્ટક પર અને રિધેમિક પેર માં સ્પર્ધકો ભાગ લઈ શકશે સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ મહેશ મોતિવરસ મોબાઈલ નં .9824939733 અને અંજલિ ગંધ્રોકિયા મોબાઈલ નં. 63545 62246 પર વધુ વિગત માટે સંપર્ક કરી શકાશે .
આ આયોજન ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ અને તેમના ચેરમેન ઉમંગ ડોન ના સીધા માર્ગદર્શન માં રહશે સ્પર્ધા ની સફળતા માટે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!